• Gujarati News
  • National
  • કારમાંથી રોકડ સહિતની મતાની ચોરી

કારમાંથી રોકડ સહિતની મતાની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરનાગોત્રી રોડ વિસ્તારમાં પાર્ક કરાયેલી કારમાંથી તસ્કરોએ 12,400 રૂપિયા રોકડા અને મોબાઇલ મળીને વિવિધ દસ્તાવેજોની ચોરી કરી હતી. ગોત્રી પોલીસ સ્ટેશનમાં મહેન્દ્ર જુગદેવ પરમારે (રહે, સોનાર કૂઇ, ગોત્રી રોડ) ફરિયાદ નોંધાવી હતી કે તેમણે રવિવારે સવારે 10-45 વાગ્યાના અરસામાં તેમની કાર ગોત્રી રોડ પર અરુણદીપ કોમ્પ્લેક્ષની સામે રોડ સાઇડ પર પાર્ક કરી હતી ત્યારે તસ્કરોએ કારમાં પાછળની સીટ પર મૂકેલ બેગની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...