• Gujarati News
  • National
  • દેશમાં MSWની આડેધડ કોલેજો ખૂલી ગઇ: પ્રો. પથારે

દેશમાં MSWની આડેધડ કોલેજો ખૂલી ગઇ: પ્રો. પથારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશનરિપોર્ટર|વડોદરા

સમાજસેવા અને સામાજિક કાર્ય વચ્ચે ઘણો તફાવત છે. દેશમાં એમ.એસ.ડબ્લ્યુની આડેધડ કોલેજ ખૂલી ગઇ છે. જેમાં અમુક કોલેજમાં માપદંડોનું પાલન થાય છે. દેશમાં ચાલતાં એનજીઓ સંસ્થામાં ફરજિયાતપણે એક-બે સોશ્યલ વર્કર હોવા જોઇએ એમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ વર્ક અને રિસર્ચ, અહેમદનગરના ડૉ.સુરેશ પથારે અત્રે જણાવ્યું છે.

મહારાજા સયાજીરાવ યુનિ.ના સોશ્યલ વર્ક ફેકલ્ટીના ડૉ.આઇ.જી.પટેલ સેમિનાર હોલમાં યોજાયેલા ભારતીય સમાજ પર ડૉ. આંબેડકરના વિચારો અને દૃષ્ટિ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્રના અહેમદનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ વર્ક એન્ડ રિસર્ચના ડાઇરેકટર પ્રો. સુરેશ પથારે જણાવ્યું હતું કે, ડૉ. આંબેડકર પોતે શિક્ષણની સાથે સમાજનો માઇન્ડસેટ બદલાય તો સામાજિક પરિસ્થિતિમાં સુધારો થાય તેવું સ્પષ્ટપણે માનતા હતા. આજના સમયમાં થોડો સુધારો છે. પરંતુ દલિતો સહિત ઘણાનું શોષણ થઇ રહ્યું છે. આજની સામાજિક વ્યવસ્થામાં આદિવાસીને મુખ્ય ધારામાં સામેલ કરવા તે મોટી સમસ્યા છે.

ભગવાન બુદ્ધને જેવી રીતે બૌધિવૃક્ષ નીચે બેસીને ચૈતન્ય પ્રાપ્ત થયું હતું, તેવી રીતે સંકલ્પભૂમિમાં એક રાતવાસા દરમિયાન ડૉ. બાબા સાહેબ આંબેડકરને પણ ચૈતન્ય પ્રાપ્ત થયું હતું તેમ જણાવતાં પ્રો. પથારે વધુમાં ઉમેર્યું હતું કે, ભગવાન બુદ્ધ પહેલાં રાજા હતા, પરંતુ ડૉ.આંબેડકર તો ગરીબ અને નાનપણથી દુ:ખમાં રહ્યા હતા. ડૉ.બી.આર.આંબેડકરનું બાળપણ સારું રહ્યું નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે બાળપણના તેમના અનુભવો ઘણા ખરાબ હતા. ડૉ.બી.આર.આંબેડકરના વિકાસમાં પિતા, શિક્ષકો અને વડોદરામાં રાજ્યાશ્રયના દિવસો પણ ઘણા જવાબદાર છે. તેમણે દલિતો માટે નહીં પણ કામદારો અને બંધારણના સુધારા માટે ઘણાં કાર્યો કર્યાં હતાં.

અમુક કોલેજોમાં માપદંડોનું પાલન

અન્ય સમાચારો પણ છે...