તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી રિપોર્ટર|વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર|વડોદરા

મ.સ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના સ્ટેટેસ્ટીક્સ વિભાગમાં પોપ્યુલેશન રીસર્ચ સેન્ટર દ્વારા વિશ્વ વસ્તી દિનના ઉપલક્ષમાં સેમિનારનું આયોજન કરાયું હતું. સેમિનારમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને વિષયના નિષ્ણાંતો દ્વારા વિશ્વ વસ્તી દિન સંદર્ભે વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતાં. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિન નિમિત્તે સ્ટેટેસ્ટીક્સ વિભાગ ખાતે પોપ્યુલેશન રીસર્ચ સેન્ટર દ્વારા આયોજિત સેમિનારનો દિપ પ્રાગટ્ય અને મ.સ.યુનિ. ગીતના ગાન દ્વારા પ્રારંભ થયો હતો. જેમાં ગાયત્રી દેસાઈ, પ્રો. એમ એમ ગંડોત્રા, ડૉ.એન.પી. દાસ, પ્રો. મુરલીધરણ સહિતના વિદ્વાનોએ સેમિનારમાં પોતાના વિચારો રજુ કર્યા હતાં. ગાયત્રી દેસાઈ દ્વારા પોપ્યુલેશન રીસર્ચ સેન્ટરના વસ્તી સંદર્ભના સંશોધનોનું યોગદાન વિષય પર વાત કરી હતી. સેમિનારના મુખ્ય વક્તા પ્રો.ગંડોત્રાએ વસ્તીને લગતા પ્રશ્નો પર ચર્ચા કરી હતી. વસ્તીવધારા પર શિક્ષણના પ્રભાવ પર ભાર મૂક્યો હતો.

MSUની સાયન્સ ફેકલ્ટીમાં આયોજન

વિશ્વ વસ્તી દિન નિમિત્તે સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...