તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મનસુખ શાહની જામીન અરજીની આજે સુનાવણી

મનસુખ શાહની જામીન અરજીની આજે સુનાવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂા.20લાખ લાંચ કેસમાં મનસુખ શાહે કરેલી જામીન અરજીની વધુ સુનાવણી આવતીકાલે બુધવારે યોજાશે. દરમિયાન, કેસના તપાસ અધિકારી સતત ચોથી વાર બદલવામાં આવ્યા છે. ગત ફેબ્રુઆરી માસમાં જયારે મનસુખ શાહ સહિત ત્રિપુટી 20 લાખ લેતાં ઝડપાઇ ત્યારે કેસની તપાસ પીઆઇ પલસાણાને સોંપાઇ હતી પરંતુ ત્યારબાદ કેસની તપાસ ડીવાયએસપી પી.આર.ગેલોટને સોંપાઇ હતી.

જાણવા મળ્યા પ્રમાણે જો કે ત્યારબાદ ડીવાયએસપી ગેલોટને રાજકોટ એસીબી રિજીયનનો હવાલો સોંપાતા કેસની તપાસ અમદાવાદના ડીવાયએસપી ટી.કે.પટેલને સોંપી હોવાનું જાણવા મળે છે.

અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે ડીવાયએસપી પટેલ ગત 31 જુુના રોજ નિવૃત્ત થતાં હવે ફરીથી કેસની તપાસ વડોદરા એસીબીના આસિ.ડાઇરેકટર અને ડીવાયએસપી ગેલોટને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...