તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દંતેશ્વરમાં બુસ્ટર ક્યારે શરૂ થશે?

દંતેશ્વરમાં બુસ્ટર ક્યારે શરૂ થશે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાદંતેશ્વરમાં બુસ્ટરથી પાણી આપવાની કાર્યવાહી વહેલી તકે કરવાની માંગ પાલિકાના વિપક્ષી નેતાએ મ્યુ.કમિશનર પાસે કરી છે. દંતેશ્વર વિસ્તારમાં પીવાના પાણીની કપરી સ્થિતિ હોવાથી ત્યાં બુસ્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચંદ્રકાંત શ્રીવાસ્તવે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, દંતેશ્વર વિસ્તારના કાઉન્સિલરો ચારેય કોંગ્રેસના હોવાથી તંત્ર દ્વારા તેના રહીશોને સુવિધાથી વંચિત રાખી રહ્યા છે. તળાવના બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવી રહી નથી. 18 મીટરની રોડલાઇન જે નક્કી કરેલી હતી અને ચાર ચાર વખત તેનું ઉદઘાટન કરાયુ હોવા છતાં રસ્તા પહોળા કરવામાં આવ્યા નથી અ્ને બીજી તરફ 2 કલાકની નોટિસમાં રસ્તા પહોળા કરવા માટે હજારો નાગરિકોને હેરાનગતિ પહોંચાડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...