તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી રીપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રીપોર્ટર | વડોદરા

જીએસટીકાયદા નો અમલ ચાલુ થતા વાણિજિયક વેરા સલાહકારો,સી.એ તેમના અસીલો અને તેમના સ્ટાફ જીએસટીના કાયદા ની સમજ આપવા રોકાયેલા હોવાથી એક તરફી આદેશો પસાર ના કરવા માટે બરોડા ટેક્ષ બાર એસોસીએશન દ્વારા રજૂઆતો કરવામાં આવી છે.

વડોદરા એકમના પ્રમુખ અજીત તીવારીએ જણાવ્યુ હતું કે નવી સમાધાન યોજનાનો સમય ગાળો લંબાવી આપવા માટે વિનંતી કરવામાં આવી છે તમામ સલાહકારો અને વેપારીઓ જીએસટીના નોંધણી નંબરોના માઇગ્રેશનની કામગીરીમાં રોકાયેલા હોવાથી યોજનાનો લાભ લેવા માટે સમય ગાળો લંબાવવા માગણી કરાય છે.

ઉપરાંત જીએસટી ના અમલ થી બધા વેપારીઓ ને એચએસએન કોડ અને વેરા ના દર ની સૌથી વધારે મુશ્કેલીઓ છે જેથી વાણિજ્યિક વેરા કમિશ્નર ની કચેરીઓમાં સહાયતા કેન્દ્ર ખોલવા માં આવે તેવી વિનંતી પણ કરવામાં આવી હોવાનું પ્રમુખ અજીત તીવારીએ જણાવ્યું છે.

ગુજરાતી ફિલ્મોને મુક્તિ આપવા માગ

ગુજરાતીફિલ્મ ટેલિવિઝન એન્ડ ઇવેન્ટ એસોસિયેશને મંગળવારે કલેકટરને આવેદનપત્ર આપી ગુજરાતી ફિલ્મોને જીએસટીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી.

બરોડા ટેક્સબાર એસો.ની જીએસટીના મુદે રજૂઆત

HSN કોડ અને વેરાના દરની સૌથી વધારે મુશ્કેલીઓ

સમાધાન યોજનાનો સમય ગાળો લંબાવવા માગ

અન્ય સમાચારો પણ છે...