તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પેટ્રોલ પંપ સંચાલકોની પીછેહઠ આજની હડતાળ મોકૂફ રખાઇ

પેટ્રોલ પંપ સંચાલકોની પીછેહઠ આજની હડતાળ મોકૂફ રખાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓઇલકંપનીઓના સાથેના પડતર પ્રશ્નોને લઇ પેટ્રોલ પંપ સંચાલકોએ આવતીકાલે બુધવાર તા.12 જુલાઇએ ‘નો પરચેઝ-નો સેલ’ ની નીતિ અપનાવી હડતાળનું એલાન આપ્યું હતું. જો કે બુધવારની હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરાઇ છે.

પેટ્રોલ-ડિઝલની રોજેરોજ બદલાતી કિંમતની નીતિથી સંચાલકોને થઇ રહેલા આર્થિક નુકશાન, પેટ્રોલ પંપ સંચાલકોને અપાતા કમિશનમાં વધારો કરવા અને ડિલર્સને એસેટ્સ પર વ્યાજ સંબંધી પડતર પ્રશ્નો અંગે પેટ્રોલ પંપ સંચાલકોએ બુધવારે હડતાળનું એલાન આપ્યું હતું. મુદ્દે કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓના અધિકારીઓએ પેટ્રોલ-ડિઝલ ડિલર્સ એસો.ની બેઠક યોજાઇ હતી. બેઠકમાં પેટ્રોલ પંપ સંચાલકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી અપાતા બુધવારની હડતાળ મોકૂફ રખાઇ હોવાનું મધ્ય ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસો.ના પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું હતું.

પડતર પ્રશ્નો મામલે નો પરચેઝ- નો સેલનું એલાન આપ્યું હતું

સંચાલકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી અપાઇ

અન્ય સમાચારો પણ છે...