તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકીય ક્ષેત્રમાં ઉથલપાથલની શક્યતા : રાજકીય નેતાઓ પક્ષપલટો કરે તેવા યોગ

રાજકીય ક્ષેત્રમાં ઉથલપાથલની શક્યતા : રાજકીય નેતાઓ પક્ષપલટો કરે તેવા યોગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાશીવાર ફળાદેશ

મંગળવારે11 જુલાઈ અષાઢ વદ બીજે બપોર 2.59 કલાકે મંગળનો મિથુનમાંથી કર્ક રાશીમાં પ્રવેશ થયો હતો. 16 જુલાઈ અષાઢ વદ સાતમે બપોરે 4.30 કલાકે સૂર્ય પણ કર્ક રાશીમાં પ્રવેશ કરતો હોવાથી અંગારક યોગ બને છે. જેના કારણે રાજકીય ક્ષેત્રમાં ઉથલપાથલની શક્યતા રહેલી હોવાનું જ્યોતિષાચાર્ય સત્યમ જોષીએ જણાવ્યું હતું. ઓગસ્ટ સુધી સારો વરસાદ રહે તેવી શક્યતાઓ છે.

મંગળના કર્ક રાશીમાં પ્રવેશ થવાથી મંગળ નીચનો બને છે. જેની અસરો દેશ દુનિયાની માનવજાતિ પર પડી શકે છે. મંગળનો કર્ક રાશીમાં પ્રવેશ ખેડૂતો માટે શુભ ફળદાયી હોવાનું જ્યોતિષાચાર્ય નયન જોષીએ જણાવ્યું હતું. ખેડૂતો માટે સમય ઉત્તમ રહેશે તથા સારો વરસાદ રહેવાની શક્યતાઓ પણ છે. કર્ક રાશીમાં મંગળના આગમનથી રોગચાળો વધવાની શક્યતાઓ રહેલી છે તથા લોહીજન્ય બિમારીઓ સવિશેષ હોઈ શકે.

મંગળના કર્ક રાશીમાં મંગળવારના આગમન પછી 16 જુલાઈએ સૂર્ય પણ કર્ક રાશીમાં પ્રવેશ કરશે. જેની સૌથી મોટી અસર રાજકીય ક્ષેત્ર પર પડી શકે છે. રાજકીય ઉથલ પાથલો થશે તથા રાજકીય નેતાઓ પક્ષપલટો કરે તેવા યોગ હોવાથી વિધાનસભાની ચૂંટણી પૂર્વે પક્ષપલટાની ઘટના થવાની શક્યતાઓ છે. 11 જુલાઈએ મિથુનમાંથી કર્કમાં મંગળ આવ્યો હતો. 27 ઓગસ્ટ 2017 ભાદરવા સુદ છઠ સુધી મંગળ કર્ક રાશીમાં રહેશે. ત્યાર સુધી વિવિધ ક્ષેત્રો પર તેનો પ્રભાવ જોવા મળશે.

મેષ | માતા,વાહન, જમીન સંબંધિત ચિંતા, શેરબજારમાં લાભ

વૃષભ| કોર્ટકચેરના કામોમાં સફળતા મળ‌ે, સાહસથી લાભ થાય

મિથુન| વાણીપર સંયમ રાખવો

કર્ક| વાદવિવાદ ટાળવા, સરકારી કાર્યોથી સાવધ રહેવુ

સિંહ| વિદેશજવાના યોગ બને, મોટી યાત્રાનો લાભ થાય

કન્યા| વડિલોથીલાભ થઈ શકે, નોકરી ધંધામાં વૃધ્ધિ થાય

તુલા| ભાગ્યવૃધ્ધિથશે, અટકેલા કાર્યો પૂર્ણ થાય

વૃશ્ચિક| વાહનચલાવવામાં કાળજી રાખવી, માનસિક પરિતાપ રહે

ધન| આકસ્મિકધન લાભ થાય આરોગ્યમાં કાળજી રાખવી

મકર| લગ્નઈચ્છુકોને સફળતા પ્રાપ્ત થાય, માંગલિક કાર્યો થાય

કુંભ| શત્રુઓથીસાવધ રહેવું, ખર્ચનું પ્રમાણ વધી શકે

મીન| સંતાનસંબંધિત ચિંતા રહે.

અંગારક યોગ : ઓગસ્ટ સુધી સારા વરસાદની શકયતા

અન્ય સમાચારો પણ છે...