• Gujarati News
  • National
  • ટી 20 મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સ ઝડપાયા

ટી-20 મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી-20 મેચ પર સટ્ટો રમાડતા બે બુકીઓની એસઓજી દ્વારા ધરપકડ કરી છે. એસઓજીના પીઆઇ ચૌહાણના જણાવ્યા અનુસાર, વીઆઇપી રોડ પર આવેલી રેવાપાર્ક સોસાયટીમાં રહેતો કમલેશ અમૃતલાલ શાહ ક્રિકેટ મેચનો સટ્ટો રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે 21 ફેબ્રુઆરીના રોજ રેવાપાર્ક સોસાયટીમાં દરોડો પાડી કમલેશ અમૃતલાલ શાહ અને રવિ અશોકભાઈ પંડિત (રહે-મહેતા પોળ,માંડવી)ની ધરપકડ કરી હારજીતના સોદા લખેલો ચોપડો, એલઈડી ટીવી અને ચાર મોબાઇલ સહિત કુલ રૂ.58 હજારનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગેમ્બલિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...