તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બ્રિટિશ લાઇબ્રેરીમાં બરોડા સ્ટેટની 100 મોટી ફાઇલ છે જે અનેક રાઝ ખોલી શકે છે : રાજમાતા

બ્રિટિશ લાઇબ્રેરીમાં બરોડા સ્ટેટની 100 મોટી ફાઇલ છે જે અનેક રાઝ ખોલી શકે છે : રાજમાતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હુંઅને કૈલાશવાસી મહારાજા રણજીતસિંહજી ગાયકવાડ લંડન ગયા ત્યારે ત્યાનાં બ્રિટિશ મ્યુઝીયમમાં 100 જેટલી મોટી ફાઇલ્સ બરોડા સ્ટેટની હતી જે અમે જોઇ હતી. ફાઇલ્સમાં બરોડા સ્ટેટના કેટલાંય રેકોર્ડ્સ, મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભારતની આઝાદી માટે કરેલા કાર્યોથી લઇને નેશનલી મોટા એવીડન્સીસ પણ મોજુદ છે. ફાઇલ્સનો અભ્યાસ કરવામાં આવે તો બરોડા સ્ટેટ અને ભારતના કંઇ કેટલાં રાઝ ખુલી જાય તેમ છે. ફાઇલ ભારતમાં આવે તેવા પ્રયત્નો થવા જોઇએ. તેમ રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડે રાજમહેલ ખાતેના બેન્ક્વેટ હોલમાં યોજાયેલા એક સમારંભમાં વડોદરાના રાજવી પરીવારના લગભગ તમામ સભ્યો તથા ફલટણના રાજા રામરાજે નિમ્બાળકરની હાજરીમાં જણાવ્યુ હતું.

શર્મીલા માહુરકર તથા આધારહસ્ત ફાઉન્ડેશને યોજેલા કાર્યક્રમમાં પેલેસના બેન્ક્વેટ હોલમાં રાજવી પરીવાર સાથે જોડાયેલા તમામ ઉપસ્થિત હતા. પરિવારો એક બીજાને અંગત રીતે મળતા હોય તેમ બનતું હતું. આધારહસ્ત ફાઉન્ડશન અને શર્મીલા માહુરકરના આયોજનને પગલે એક જગ્યાએ પરિવારો લાંબા સમયે મળ્યા હતા.

રાજમાતાએ જણાવ્યંુ હતું કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ બ્રિટિશરો સામે ઝૂક્યા હતા. ભારતનું બંધારણ બનાવનાર બાબા સાહેબ આંબેડકરને વડોદરાના મહારાજાએ સ્કોલર્શીપ આપી ભણાવ્યા હતા. બાબાસાહેબ જેવા રત્નને શોધી કાઢનાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા. જેમના નામનો ઉલ્લેખ દિલ્હીમાં પણ કરાયો હતો. તેમ છતાં મહારાજા સયાજીરાવને રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું નથી તે યોગ્ય નથી.

અમે લંડનની મુલાકાતે ગયા ત્યારે અમે મહારાજા સયાજીરાવ ગાયકવાડની વિડીયો ક્લિપ પણ જોઇ હતી. જેમાં તેમણે માત્ર સફેદ પોશાક પહેર્યો હતો, કોઇ ઝવેરાત કે રાજવી ઠાઠ હતો, પોતાની લાકડી સાથે કિંગ જ્યોર્જના દરબારમાં તેઓ ગયા હતા. બ્રિટિશ એમ્પાયર કે બ્રિટિશ રાજા સામે હું ભારતીય રાજા ઝુકીશ નહીં તે તેમના મનમાં નિશ્ચિત હતું. જેથી તેઓ જ્યોર્જ છઠ્ઠા સામે કેવી રીતે જવું તેની ટ્રેનિંગમાં પણ બહાનું કાઢીને ગયા નહીં. બીજા દિવસે તે સાદા અચકનમાં દરબારમાં ગયા. પોતાની ઇવનીંગ સ્ટિક ફેરવતા તેઓ જ્યોર્જના દરબારમાં પહોંચ્યા અને જ્યોર્જ સામે ઉભા રહ્યા હતા. તેમને મુજરો (આખા નમીને સલામ કરવાની રીત) પણ લાકડીનો ટેકો લઇને અડધા નીચા નમીને કર્યો. નિયમ પ્રમાણે કિંગ જ્યોર્જની સામેથી પરત ફરવું હોય તો પાછલા પગે જવું પડે. પરંતુ મહારાજાએ તેમ પણ કર્યું નહીં. તેઓ પલટીને ગયા અને પરત પોતાની ખુરશી પર બેસી ગયા હતા. મને યાદ છે ત્યાં સુધી બાબતે નહેરુ પરીવારમાંથી કોમેન્ટ પણ થઇ હતી કે તેમણે આમ કરવું જોઇએ. પરંતુ મહારાજાની તે સાચી રાષ્ટ્રવાદીતા હતી કે તેઓ કોઇ બ્રિટિશ રાજા સામે ઝુકશે નહીં કે તેના નિયમોને અનુસરશે નહીં.

રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ, વડોદરા

City Event

અન્ય સમાચારો પણ છે...