તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નિયમ મુજબ વિદ્યાર્થિનીઓ હોસ્ટેલ બહાર સવારના 6થી રાતના 9 વાગ્યા સુધી રહી શકે છે

નિયમ મુજબ વિદ્યાર્થિનીઓ હોસ્ટેલ બહાર સવારના 6થી રાતના 9 વાગ્યા સુધી રહી શકે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડા આવનારના વાલીને જાણ થશે

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનીગર્લ્સ હોસ્ટેલમાં આવેલા તમામ ચાર હોલોમાં બાયોમેટ્રિક સિસ્ટમ મૂકવામાં આવશે.જેના કારણે વિદ્યાર્થિનીઓના ઇન આઉટ ડેટાની તમામ માહિતીને સિસ્ટમમાં સ્ટોર કરવામાં આવશે. વિદ્યાર્થિની દ્વારા થમ્બ એન્ટ્રી કરવાની સાથે તેમના વાલીના મોબાઇલ પર મેસેજ પહોંચી જશે. મોડાં આવનાર વિદ્યાર્થિનીઓના સમયની પણ જાણકારી વાલીઓને થશે.

એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંક સમયમાં બાયોમેટ્રિક સિસ્ટમ કાર્યરત કરવામાં આવનાર છે. વિદ્યાર્થિનીઓની મેન્યુઅલ એન્ટ્રી સમાન રોલ કોલની સિસ્ટમ હવે ખત્મ થઇ જશે. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને સવારે 6 વાગ્યા પહેલાં બહાર જવા દેવામાં આવતી નથી. રાત્રીના સમયે વિદ્યાર્થિનીના રોલકોલ વોર્ડન દ્વારા લેવામાં આવતો હોય છે. મોડામાં મોડા રાત્રીના 9 વાગ્યા સુધીમાં વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાં પરત આવવું પડતું હોય છે. રાત્રીના સમયે લેવામાં આવતા રોલ કોલની જગ્યાએ વિદ્યાર્થિનીઓના થમ્બ ઇમ્પ્રેશનથી એન્ટ્રી કરવામાં આવશે. યુનિવર્સિટી હોસ્ટેલના ચીફ વોર્ડન વિજય પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં સૌપ્રથમ વખત બાયોમેટ્રિક સિસ્ટમ દાખલ કરવામાં આવનાર છે. વિદ્યાર્થિનીઓના ફિંગર પ્રિન્ટ લઇને તેના ડેટા બેઝ તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રયોગ સફળ થશે તો બોયઝ હોસ્ટેલમાં પણ બાયોમેટ્રિક એન્ટ્રી મૂકવામાં આવશે. ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રીના રોલ કોલના સમયે વિદ્યાર્થિનીઓના થમ્બથી એન્ટ્રી લેવામાં આવશે. વિદ્યાર્થિનીઓની એન્ટ્રી થવાની સાથે સીધો એસએમએસ તેમના વાલીને પહોંચી જશે જેથી વિદ્યાર્થિનીઓના વાલીઓને પણ સમયની જાણ થશે અને તેમની પુત્રી હોસ્ટેલમાં પહોંચી ગઇ હોવાની પણ ખબર પડી શકશે. યુનિ.ની 4 ગર્લ્સ હોસ્ટેલમાં 1500 જેટલી વિદ્યાર્થિનીઓ રહે છે.

ગર્લ્સ હોસ્ટેલમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાડવામાં આવનાર છે જેમાં વિદ્યાર્થિનીઓની એન્ટ્રી થયાના તુરત બાદ તેમના વાલીને મેસેજ પહોંચી જશે. મોડી આવનાર વિદ્યાર્થિનીના વાલીને એન્ટ્રી કરવાની સાથે મેસેજ પહોંચી જશે જેથી તેમને જાણ થઇ જશે કે તેમની પુત્રી હોસ્ટેલમાં મોડી દાખલ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...