તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે તાંદલજા સહિત 3 વિસ્તારમાં પાણીકાપ

આજે તાંદલજા સહિત 3 વિસ્તારમાં પાણીકાપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાપશ્ચિમ વિસ્તારના હરિનગર પાણીની ટાંકી અને તાંદલજા ટાંકીમાંથી પાણી મેળવતા 30 હજારથી વધુ રહીશોને ગુરુવારે સાંજે પાણી વગર ટળવળવું પડશે. એટલું નહીં, શુક્રવારે સવારે પણ હળવા દબાણથી પાંચ મિનીટના કાપ સાથે પાણી વિતરણ કરવામાં આવનાર છે.

તાંદલજા પત્રકાર કોલોની ચાર રસ્તાથી સનફાર્મા રોડ સુધી પાણીની 600 ડાયા મીટરની પાણીની લાઇન નાંખવામાં આવી છે. લાઇનનું જોડાણ સનફાર્મા રોડ તરફ આવેલી પાણીની લાઇન સાથે જોડાણ કરવાની કામગીરી ગુુરુવારે સાંજે કરવામાં આવનાર છે. જેથી, ગુુરુવારે સાંજે સાડા પાંચથી સાડા વાગ્યા દરમ્યાન પાણી મેળવતા તાંદલજા,મકરંદ દેસાઇ રોડ,શબરી સ્કૂલ રોડ,વાસણા જકાતનાકા અને રાણેશ્વર ચોકડી વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

પાણીકાપના કારણે હરિનગર અને તાંદલજા પાણીની ટાંકીમાંથી સાંજે પાણી મેળવતા 30 હજારથી વધુ રહીશોને ભરચોમાસે પાણી નહીં મળે અને શુુક્રવારે ઓછા પ્રેસરથી અને પાંચ મિનીટના કાપ સાથે સવારના સમયમાં પાણી મેળવતા 20 હજારથી વધુ રહીશોને પાણી વિતરણ કરવામાં આવશે. પાલિકાએ ચોમાસામાં પાણી લાઇનના જોડાણની કામગીરી અને તે પણ શ્રાધ્ધના દિવસોમાં હાથ પર લેતાં રહીશોમાં આશ્રર્ય ફેલાયું છે.આ પાણીકાપના કારણે 50 લાખ લિટર પાણી પૂરુુ પાડવામાં આાવશે નહીં તે નોંધનીય છે.

50 લાખ લિટર પાણીની ઘટ પડશે

ગુરુવારે સાંજે પાણી વિતરણ નહીં કરાય

અન્ય સમાચારો પણ છે...