તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરના 200 સહિત 4500 ડોક્ટર્સ માસ CL પર જશે

શહેરના 200 સહિત 4500 ડોક્ટર્સ માસ CL પર જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસોસિયેશનના પ્રમુખ ડો. બી.પી. ઇટારેએ કહ્યું કે, ડોક્ટરોને અેન્ટ્રી પે આપવો જોઇઅે. સાડા પાંચ વર્ષ સુધી અભ્યાસ કરનાર ડોક્ટર અને મામલતદાર સહિત વર્ગ 2ના અધિકારીઓના પગાર ધોરણમાં ખાસ ફરક નથી. અગાઉ હડતાળની જાહેરાત કરી તો બાંયધરી આપી મનાવી લીધા પરંતુ હવે અમે ઓર્ડર વગર માનવાના નથી.

સેક્રટરી ડો. ડી.કે. હેલૈયાએ જણાવ્યું હતું કે, ડોક્ટરો સાથે અોરમાયું વર્તન કરવામાં આવે છે. એનપીએની વિસંગતતા છે તે દૂર કરવી જોઇએ. અમે સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિર્ણય નહિ લેવાતાં વડોદરાના 200 સહિત રાજ્યભરના 4500 ડોક્ટર્સ 11થી 13 દરમિયાન માસ સીએલ પર જશે. પીએચસી, સીએચસી, રેફરલ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ જોડાશે. મેડિકલ કોલેજના ડોક્ટરો તેમાંથી બાકાત રહેશે.

અગાઉ હડતાળ કરી ત્યારે તબીબોને મનાવી લીધા હતા

એસ્મા લાગુ થાય તો 11મીથી ભૂખ હડતાળની ચીમકી

અન્ય સમાચારો પણ છે...