તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નેટ બેંકિંગથી ઉદ્યોગપતિના 83.50 લાખ ટ્રાન્સફર કરનાર બે ભેજાબાજ ઝડપાયા

નેટ બેંકિંગથી ઉદ્યોગપતિના 83.50 લાખ ટ્રાન્સફર કરનાર બે ભેજાબાજ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદ્યોગપતિ પરમવીરસિંગ છાબરાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઇન્ડસઇન્ડ બેંકના એકાઉન્ટમાંથી કોઇ શખ્સોએ નેટ બેંકિંગ દ્વારા રૂા.83.50 લાખ ટ્રાન્સફર કર્યા છે. પોલીસે પાલનપુર ખાતે મોબાઇલ કંપનીનો સ્ટોર ધરાવતાં સંચાલક જયકુમાર પટેલની તેમજ સોયબ ઉર્ફે ગાંડો બસીરભાઇ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં પ્રકરણનો મુખ્ય સૂત્રધાર જમીર મુનીર સૈયદ હોવાનું ખૂલવા પામ્યું હતું. એ.સી.પી. પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, આરોપીઓએ પહેલાં ફરિયાદીનું સિમકાર્ડ બંધ કરાવ્યું હતું અને ત્યાર બાદ ફરિયાદીના બોગસ દસ્તાવેજના આધારે સિમકાર્ડ મેળવ્યું હતું અને ત્યાર બાદ નવ વખત ટ્રાન્ઝેકશન કરી નેટ બેંકિંગ મારફતે લાખોની રકમ ટ્રાન્સફર કરી હતી.તપાસમાં ફરાર આરોપી જમીર સૈયદ ઝડપાયેલા આરોપી સોયબ ઉર્ફે ગાંડાનો બનેવી થાય છે.

અકસ્માત થયો છે તેમ કહી સિમકાર્ડ મેળવ્યું

સિમકાર્ડ બંધ કર્યું તો ઓ.ટી.પી નંબર મેળવ્યો

જયકુમાર પટેલને શંકા જતાં તેણે સિમકાર્ડ બંધ કરાવ્યું હતું એટલે આરોપીએ ફોન કરીને મારે ઓન લાઇન નાણાં ટ્રાન્સફર કરવાં છે, કાર્ડ શરૂ કરો તેમ જણાવ્યું હતું. જયકુમારે તેના મોબાઇલ ફોનમાં સિમકાર્ડ એક્ટિવ કર્યું અને જે ઓ.ટી.પી. નંબર મેળવી નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં.

જય પટેલે જણાવ્યું હતું કે,22 મેના રોજ બે શખ્સ સ્ટોર પર આવ્યા હતા અને જણાવ્યું હતું કે, તેના મિત્રનો અકસ્માત થયો છે એટલે નવું સિમકાર્ડ આપો. તેમણે પાસપોર્ટની કોપી આપતા સિમકાર્ડ આપ્યું હતું. ત્યાર બાદ ફરી સિમકાર્ડ ખોવાઇ ગયું છે તેમ કહી બીજું સિમકાર્ડ મેળવ્યું હતું.

ઝડપાયેલા આરોપીમાં આરોપી જયકુમારે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે, અને તેણે મોબાઇલ ફોન કંપનીનો સ્ટોર ખોલ્યો હતો. જ્યારે આરોપી સોયબ ઉર્ફે ગાંડાએ ધો.3 સુધીનો અભ્યાસ કર્યો હોવાનું ખૂલવા પામ્યું હતું.

એક આરોપી MBA તો બીજો ધો.3 પાસ

7 બેંક એકાઉન્ટ બોગસ સિમકાર્ડથી ખાલી કર્યાં : બંનેને 2 દિવસના રિમાન્ડ

બોગસ દસ્તાવેજ દ્વારા પાલનપુર ખાતેથી સિમકાર્ડ મેળવી ખાતું ઓપરેટ કર્યું

અન્ય સમાચારો પણ છે...