તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હરિયાણાથી સોનુએ દારૂનો જથ્થો ભરાવ્યો હોવાનો ઘટસ્ફોટ : દારૂ ભરેલુ કન્ટેનર ખાલી કરતા 10 કલાક લાગ્યા

હરિયાણાથી સોનુએ દારૂનો જથ્થો ભરાવ્યો હોવાનો ઘટસ્ફોટ : દારૂ ભરેલુ કન્ટેનર ખાલી કરતા 10 કલાક લાગ્યા : પેટીઓ ઉતારવા 10 મજૂરો રોકવા પડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂા. 44 લાખનો દારૂ વિજુ સિંધી અને સુનિલ અદાએ મંગાવ્યો હોવાની શંકા

દુમાડપાસેથી રૂા. 44 લાખનો દારૂ ભરેલુ કન્ટેનર પકડાયું હતું. દારૂનો જથ્થો બૂટલેગર વિજુ સિંધી અને સુનિલ ઉર્ફે અદાએ મંગાવ્યું હોવાની શંકા સેવાઇ રહી છે.

વડોદરા રેંજ આઇજીના આર.આર. સેલના ઇનચાર્જ પીએસઆઇ રમેશ પરમારને વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પસાર થવાની બાતમી મળતાં બુધવારે રાત્રે દુમાડ સ્થિત ઝીરો પોઇન્ટ પર વોચ ગોઠવી હતી. દરમિયાન અમદાવાદ એક્સપ્રેસ વે પર જતા કન્ટેનરને પોલીસે શંકાના આધારે અટકાવી ચેકિંગ કરતાં તેમાંથી જુદી જુદી બ્રાન્ડનો રૂા. 44.06 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ઉપરાંત રૂા. 20 લાખનું કન્ટેનર અને ડ્રાઇવર પાસેથી રોકડા રૂા. 38250 મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂા. 64.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જમ્મુ- કાશ્મીરના ડ્રાઇવર ક્લીનર ની ધરપકડ કરી હતી. ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યા બાદ વિજુ સિંધી અને સુનિલ ઉર્ફે અદાે દિલ્હી અને હરિયાણાના અંબાલામાં છુપાયા હોવાની વિગતો અગાઉ શહેર પોલીસને મળી હતી.હાલ અલ્પુ સિંધી પર પોલીસે તવાઇ બોલાવતાં વિજુ અને અદો સક્રિય બન્યા હોવાનું જાણવા મળ્યું છે. દારૂનો જથ્થો આણંદમાં ઉતારવાનો હોવાની પણ વિગતો જાણવા મળી છે. ઉલ્લેખનિય છે કે, પોલીસે રાત્રે દારૂ પકડ્યા બાદ કન્ટેનર ખાલી કરાવવા માટે 10 મજૂરોને કામે લગાડ્યા હતાં. મજૂરોને દારૂની 918 પેટી ખાલી કરતાં 6 કલાક લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...