• Gujarati News
  • National
  • સુમનદીપ વિદ્યાપીઠના ચાન્સેલર રજિસ્ટ્રારની બંધબારણે પૂછપરછ

સુમનદીપ વિદ્યાપીઠના ચાન્સેલર રજિસ્ટ્રારની બંધબારણે પૂછપરછ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુમનદીપ વિદ્યાપીઠમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પરીક્ષામાં બેસવા દેવા માટે તથા પરીક્ષાનું ફોર્મ ભરવા માટે સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહે 20 લાખની માંગ કર્યા બાદ એસીબીએ છટકું ગોઠવી વચેટિયા ભરત સાવંત અને અશોક ટેલરને 20 લાખ રૂિપયા લેતાં ઝડપી લીધા હતા.

વચેટિયાએ તુરત બાબતે મનસુખ શાહ સાથે ફોન પર પણ વાત કરતાં એસીબીએ મનસુખ શાહ, ભરત સાવંત અને અશોક ટેલરની લાંચ માંગવાના ગુનામાં ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. એસીબીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારના રોજ સુમનદીપ વિદ્યાપીઠના ચાન્સેલર ડો.જી.ડી.મહેતા અને રજિસ્ટ્રાર ડો.મનોજ એમ.સત્તાગીરીનું બંધ બારણે વીડિયોગ્રાફી કરીને નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ પાસેથી કેમ પ્રકારે પૈસા માંગવામાં આવતા હતા. તે વિશે તેમની પાસે જાણકારી હતી કે કેમ અને કેટલા વિદ્યાર્થી પાસેથી કેટલી રકમ લેવાઇ હતી તે સહિતના વિવિધ મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી રહી છે. હજુ પણ વિદ્યાપીઠના અન્ય કર્મચારીઓનાં નિવેદન લેવામાં આવશે.બુધવારે સુમનદીપ વિદ્યાપીઠના ઓફિશિયેટિંગ વાઇસ ચાન્સેલર ડો.કર્નલ વી.પી.સિંઘની એસીબી કચેરીમાં પૂછપરછ કરાઇ હતી.

નિવેદન નોંધવા માટે બેથી વધુ ટીમ કામે લાગી

એસીબીકચેરીમાં નિવેદન રેકોર્ડ કરવાનો ધમધમાટ જોવા મળી રહ્યો હતો બેથી વધુ ટીમો નિવેદન રેકોર્ડ કરવાના કામે લાગી હતી. કેસમાં ઝીણવટભરી તપાસ કરી પુરાવા એકઠા કરાઇ રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

6 વિભાગના હેડના પણ નિવેદન લેવાયાં

એસીબીએછેલ્લા બે દિવસથી સુમનદીપ વિદ્યાપીઠના ઉચ્ચ સ્થાને બેસતા અધિકારીઓનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે, જેમાં સુમનદીપના 6 વિભાગોના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટને પણ બોલાવવામાં આવ્યા છે અને તેમનાં નિવેદન પણ લેવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ એડમિનિસ્ટ્રેશન, એડમિશન, એકઝામ, એચ.આર અને એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ વિભાગના હેડનાં નિવેદન લેવાની પ્રક્રિયા ગુરુવારે યથાવત્ રહી હતી.

ઓફિશિયેટિંગ વી.સી. ડો.કર્નલ વી.પી.સિંઘની ACB દ્વારા પૂછપરછ કરાઇ

20 લાખ લાંચ કેસમાં ઉચ્ચ સત્તાધીશોનું વીડિયોગ્રાફી સાથે નિવેદન લેવાયું

અન્ય સમાચારો પણ છે...