• Gujarati News
  • National
  • ટેક્નોલોજીના આસિ. પ્રોફેસર ડૉ.મહેતાને ડીને નોટિસ ફટકારી

ટેક્નોલોજીના આસિ. પ્રોફેસર ડૉ.મહેતાને ડીને નોટિસ ફટકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિ.માં કોઇપણ અધ્યાપક પર ટ્યૂશન કરવા કે અન્ય ખાનગી યુનિ.માં ભણાવવા જવા પર પ્રતિબંધ છે, છતાં પણ યુનિ.ના અધ્યાપકો અન્ય યુનિ.માં ભણાવવા જતા હોવાનું બહાર આવ્યું છે.ુ પ્રથમવાર ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રો. ડૉ.જે.આર.મહેતા જીએસએફસીની સ્કૂલ ઓફ ટેકનોલોજીમાં ભણાવવા જતા હોવાના પુરાવા હાથ લાગ્યા હતા.જેના હોબાળા વચ્ચે યુનિના રજિસ્ટ્રારે ફેકલ્ટી ડીન પ્રો. ભટ્ટાચાર્યને પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રો.ભટ્ટાચાર્યે પ્રકરણની તપાસ માટે રચેલી ત્રણ સભ્યોની તપાસ કમિટીએ તપાસ પણ શરૂ કરી દીધી હતી. જેમાં ફેકલ્ટી ડીન પ્રો. ભટ્ટાચાર્યે મિકેનિકલ એન્જિ.ના પ્રો. ડૉ.જે.આર.મહેતાને શો કોઝ નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો હતો. અધ્યાપક ગણેશ દોઇફોડ પાસે પણ ખુલાસો માંગશે.

હવે ફેકલ્ટી ડીન પ્રો.ભટ્ટાચાર્ય તેમને પણ નોટિસ પાઠવશે

અધ્યાપક દોઇફોડ ખાનગી યુનિ.માં ભણાવવા જાય છે

અન્ય સમાચારો પણ છે...