• Gujarati News
  • National
  • મેડિકલ કોલેજમાં ~8 લાખના 5 ડિજિટલ પોડિયમ ખરીદાયાં

મેડિકલ કોલેજમાં ~8 લાખના 5 ડિજિટલ પોડિયમ ખરીદાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.સી.આઇની ટીમે ગત વર્ષે બરોડા મેડિકલ કોલેજમાં ઇન્સ્પેકશન કર્યું હતું. ઇન્સ્પેકશન બાદ એમ.સી.આઇએ તાજેતરમાં બરોડા મેડિકલ કોલેજને કોમ્પ્લાયન્સ કરવા માટે જરૂરી સૂચના અને સમય આપવામાં આવ્યો હતો. જે સંદર્ભમાં બરોડા મેડિકલ કોલેજના ડીન સહિતના ઉચ્ચ અધિકારીઓએ મેડિકલ કોલેજના લેકચર હોલને અદ્યતન બનાવવા માટે તેમજ વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં દરેક બિલ્ડિંગમાં ઓછામાં ઓછો એક અદ્યતન લેકચર હોલ તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ત્રણ મહિનાની ભાગદોડ બાદ બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશોએ ફર્સ્ટ એમબીબીએસ, સેકન્ડ એમબીબીએસ અને ફાઇનલ એમબીબીએસના વિદ્યાર્થીઓ સહિત કોલેજમાં પાંચ લેકચર હોલમાં અદ્યતન હાઇફાઇ ડિજિટલ પોડિયમ લગાવવામાં આવ્યાં છે. હાઇફાઇ ડિજિટલ પોડિયમમાં બે બાઇક, લેપટોપ-પેન ડ્રાઇવ એટેચમેન્ટ, પબ્લિક-સ્ટુડન્ટ માટે માઇક, ઇન્ટરએકશન બોર્ડ સહિતના નવા ફીચર્સનો સમાવેશ થાય છે. રૂપિયા 8 લાખના ખર્ચ કરી ખરીદવામાં આવેલા ડિજિટલ પોડિયમ પણ એમસીઆઇના કોમ્પ્લાયન્સનો એક ભાગ હતો.

નવી ટેક્નોલોજીના પરિણામે એમબીબીએસના વિદ્યાર્થીઓને ભણવામાં તેમજ અધ્યાપકોને ભણાવવામાં સરળતા વધી છે. ઉપરાંત સમગ્ર મેડિકસ કોલેજમા સાફ-સફાઇ તેમજ રંગરોગાન પણ હાથ ધરવામાં આવ્યું છે. આગામી દિવસમાં હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી બાદ એમસીઆઇની ટીમ કોમ્પ્લાયન્સના સંદર્ભે ઇન્સ્પેકશન માટે આવશે.

એમસીઆઇની સરપ્રાઇઝ વિઝિટ અંગે બરોડા મેડિકલ કોલેજના ડીન પ્રોફેસર એ.ટી.લેઉઆએ જણાવ્યું હતું કે, એમસીઆઇની સરપ્રાઇઝ વિઝિટ ગમે ત્યારે થશે. આગામી દિવસોમાં હોળી અને ધૂળેટીના તહેવાર હોઇ તેઓ તહેવાર બાદ આવે તેવી સંભાવના વધુ લાગે છે. જોકે અમારા દ્વારા એમસીઆઇની ટીમ વિઝિટ માટે આવે તે પહેલાં જરૂરી અમારી તૈયારીઓ કરી લેવાઇ છે. મેડિકલ કોલેજમાંએમસીઆઇની ટીમની વિઝિટ પૂર્વે તડામાર તૈયારીઓ કરી દીધી છે.

કોલેજને કોમ્પ્લાયન્સ કરવા સૂચના આપવામાં આવી

MCI ટીમની વિઝિટ પૂર્વે તડામાર તૈયારીઓ શરૂ કરાઇ

અન્ય સમાચારો પણ છે...