• Gujarati News
  • National
  • ટ્રેનમાંથી 28,000 મતા ભરેલા પર્સની ચોરી થઇ

ટ્રેનમાંથી 28,000 મતા ભરેલા પર્સની ચોરી થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. બાન્દ્રા-જોધપુરએકસપ્રેસ ટ્રેનમાંથી મુંબઇની મહિલાના પર્સની ચોરી થઇ જતાં રૂા. 28000ની મતાની ચોરીની રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મુંબઇનાં સુષ્મા કુનાલ પરમાર ગત 4 માર્ચે બાન્દ્રા જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતાં. સવારે 6:15 કલાકે વડોદરા રેલવે સ્ટેશન આવતાં પહેલાં અજાણ્યો શખ્સ તેમણે સીટ પર મૂકેલા પર્સની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પર્સમાંથી રોકડ સહિત કુલ રૂા. 28000ની મતાની ચોરી થઇ જતાં મહિલાએ અજાણ્યા 20થી 22 વર્ષીય શખ્સ સામે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...