• Gujarati News
  • National
  • તાંદલજામાં સોસાયટીના 4 મકાનમાં ચોરીનો પ્રયાસ

તાંદલજામાં સોસાયટીના 4 મકાનમાં ચોરીનો પ્રયાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાંદલજાનીવિકાસ નગર સોસાયટીમાં તસ્કરોએ એક રાતમાં 4 મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. વોચમેેને ઘરની લાઇટો ચાલુ કરાવી ચેકિંગ કરાવતાં પાડોશના મકાનમાં પાંચ કૂંડાં મૂકી ચોર ગેલરી સુધી પહોંચ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

વિકાસનગર સોસાયટીમાં રહેતા મનિષ શીતલાની ડે.મેનેજર તરીકે ફરજ બજાવે છે. બુધવારે મોડી રાત્રે તેઓ ઘરમાં સૂઇ રહ્યા હતા ત્યારે તસ્કરે રસોડાની પાછળની બારીની મચ્છરની જાળી કાપી અંદર પ્રવેશ કર્યો હતો.મોડી રાત્રે 3:30 વાગે વોચમેન દોડીને આવ્યો હતો. તેણે ડેે.મેનેજરને ઉઠાડી ઘરની બધી લાઇટો ચાલુ કરાવી ચેકિંગ કરાવ્યું હતું. સમયે રસોડાની લાઇટ ચાલુ હતી. મચ્છરની જાળી કપાયેલી હોઇ ચોરીનો પ્રયાસ થયો હોવાનું જણાયું હતું. ત્યારબાદ પાડોશમાં રહેતા ભરત પટેલના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

તસ્કરો 5 કૂંડાં મૂકી ગેલરી સુધી પહોંચ્યા

સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપ્યો

અન્ય સમાચારો પણ છે...