તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોરવામાં ગટરો ઉભરાતાં રહીશો પરેશાન

ગોરવામાં ગટરો ઉભરાતાં રહીશો પરેશાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાગોરવા વિસ્તારમાં પંપીગ સ્ટેશન એક કલાક પણ બંધ રહે તો સમગ્ર વિસ્તારની ગટરો ઉભરાય છે અને તેના કારણે સ્થાનિક રહીશોને હેરાનપરેશાન થવાનો વારો આવે છે.

શહેરના ગોરવા વિસ્તારની બદતર સ્થિતિ અંગે ઇલેકશન વોર્ડનં 9ના કાઉ્ન્સિલર રાજેશ આયરે દ્વારા સેવાસદનના સત્તાધીશોનુ લેખિતમાં અને મૌખિકમાં ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. જેથી, રજૂઆત પરત્વે મ્યુ.કમિશનર એચએસ પટેલ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.જીગીષાબહેન શેઠે ઇલેકશન વોર્ડનં 8 અને 9ના કાઉન્સિલરોને સાથે રાખી સ્થળ વિઝીટ કરી હતી.આ વિઝીટમાં ગોરવા દશામાં મંદિર પાસે રસ્તા પર ઉભરાતી ગટરો, ગોરવા હનુમાન ફળિયા પાસે ઉભરાતી ગટરો તેમજ પંચવટી વિસ્તારની પણ સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી.

ગોરવા કરોળિયા રોડ વિસ્તારના રસ્તા સાંકડા હોવાથી ટ્રાફિકની પણ પેચીદી સમસ્યા ઉભી થઇ હોવાની રજૂઆત રાજેશ આયરે દ્વારા કરવામાં આવી હતી.ખાસ કરીને પંપીગ સ્ટેશન એક કલાક માટે બંધ કરવામાં આવે તો ગોરવા ગામની ગટરો ઉભરાય છે અને ઉભરાતી ગટરોને ગોરવા, ઉંડેરા, સમતા, લક્ષ્મીપુરા તરફ ડાયવર્ઝન કરવાનુ મંતવ્ય વ્યકત કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...