સ્ટુડન્ટ્સને ઇન્ટર્નશિપ દ્વારા 7500 રૂ.નું વળતર મળશે
ઓલઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)એ હાલમાં દેશની સૌથી મોટી ઈન્ટર્નશીપ ઉપલબ્ધ કરાવનાર ઓનલાઈન પોર્ટલ ‘ઈન્ટર્નશાલા’ સાથે એમઓયુ કર્યો છે. હવેથી વડોદરા સહિત દેશભરની કોલેજો સ્ટુડન્ટ્સને ફ્રીમાં ઇન્ટર્નશિપ મળે તે માટે ઈન્ટર્નશાલાના માધ્યમથી રજિસ્ટર કરી શકશે. AICTE પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઈન્ટર્નશાલા દ્વારા 40 હજાર ઓર્ગેનાઈઝેશન જોડાયેલા છે. જે દર વર્ષે 4 લાખ ઈન્ટર્નશીપ અપાવે છે. ઈન્ટર્નશીપ દરમ્યાન એવરેજ સ્ટાઈપેન્ડ 7,500નું મળે છે. પછી કામ પસંદ પડે તો ફુલટાઈમ જોબ ઓફર્સ મળે છે. એવી કોલેજોના સ્ટુડન્ટસ કે જે અંતરિયાળ વિસ્તારમાં રહે છે. તેમને જો ઈન્ટર્નશીપ કરવાની આવશે તો તેઓ ડાયરેક્ટ કોલેજ દ્વારા ઈન્ટર્નશીપ કરશે.