• Gujarati News
  • National
  • ભીંતચિત્ર હેરિટેજનો મહત્ત્વનો ભાગ છે

ભીંતચિત્ર હેરિટેજનો મહત્ત્વનો ભાગ છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેર સોશિયલી, ઇકોનોમીકલી અને એજ્યુકેશન જેવી બાબતોમાં વધારે એડવાન્સ બની રહ્યું છે. જોકે શહેરની ઘણી ઇમારતો, મંદિરો, ઘરો અને શહેરની વિવિધ જગ્યાઓ પર ઘણા જૂનાં ભીંતચિત્રો સચવાયેલા છે. જે આપણા હેરિટેજ કલ્ચરનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. ભીંતચિત્ર ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનાં ઓડિટોરીયમની પશ્ચિમ દિશાની દિવાલ પર આવેલું છે. જેને આર્ટિસ્ટ જ્યોતિ ભટ્ટે બનાવ્યું છે. ભીંતચિત્ર સિમેન્ટ અને જયપુરી ફ્રેસ્કોથી બનાવવામાં આવ્યું છે. જેમાં ફાઇન આર્ટ્સનાં સબ્જેક્ટ્સ પેઇન્ટિંગ, સ્કલ્પ્ચર, માટીકામને આવરી લેવાયા છે. ભીંતચિત્ર લાઇનરથી બનાવવામાં આવ્યું છે. તેનું બેકગ્રાઉન્ડને જયપુરી ફ્રેસ્કો મેથડથી લાલાશ પડતી બનાવાઇ છે. જ્યારે બાહ્યભાગને ઇંટો સાથે ઉભારવામાં આવ્યો છે. ભીંતચિત્રની સાઇઝ 15.5x 7 ફૂટની છે. ભીંતચિત્રની ડિઝાઇનને આકર્ષક બનાવવા માટે ભીંતચિત્રમાં સિમેન્ટ સાથે ત્રિકોણાકાર માર્બલનાં ટુકડાંઓ ચોંટાડવામાં આવ્યાં છે. વર્તમાન સમયમાં ભીંતચિત્રો વ્યક્તિઓનાં ટેસ્ટ મુજબ બનાવવામાં આવે છે. મેં ઘણા કન્ટેમ્પટરરી આર્ટિસ્ટ જોયા છે કે, જેઓનાં કાર્યમાં વિવિધતા સભર વિચાર અને વિવિધ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. આ‌વું ભીંતચિત્ર આર્ટનાં વિકાસ અને ભવિષ્ય માટે ફાયદાકારક ગણી શકાય છે.

મેરી યાદોં કા શહેર

{ ચંદ્રશેખર પાટીલ

આર્ટએન્ડ હેરિટેજ એક્સપર્ટ

ભીંતચિત્ર સિમેન્ટ અને જયપુરી ફ્રેસ્કોથી બનાવવામાં આવ્યું છે

અન્ય સમાચારો પણ છે...