તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુખ્યમંત્રીનું પૂતળું સળગાવતાં કોંગી કાર્યકર હાથે દાઝી ગયો

મુખ્યમંત્રીનું પૂતળું સળગાવતાં કોંગી કાર્યકર હાથે દાઝી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશના મંદસૌરમાં આંદોલનકારી ખેડૂતો પર ગોળીબાર સહિત અત્યાચારની બનેલી ઘટનાના વિરોધમાં વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસના ઉપક્રમે શુક્રવારે કલેકટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન યુવા કોંગી કાર્યકરોએ ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરતાં અેક કાર્યકર હાથે દાઝી ગયો હતો. પોલીસે પૂતળાનું દહન કરનાર 12 કાર્યકરોની ધરપકડ કરી હતી.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને જિલ્લા પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાની હેઠળ કલેકટર કચેરી બહાર મધ્યપ્રદેશની રાજ્ય સરકારના ઇશારે કરાયેલા ગોળીબારમાં મૃત્યુ પામનાર ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં શહેર-જિલ્લાના આગેવાનો, કોર્પોરેટર્સ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનોએ મધ્યપ્રદેશમાં પોતાના હક્કની લડત માટે આંદોલન કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ અને ગોળીબારની ઘટનાને વખોડી કાઢી હતી.

ખેડૂતો પર અત્યાચારના વિરોધમાં કોંગ્રેસનાં ધરણાં

પૂતળાનું દહન કરનાર 12 કાર્યકરોની ધરપકડ કરાઈ

અન્ય સમાચારો પણ છે...