તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સમા રોડ સ્થિત શ્રીયંત્ર મંદિરે આજથી સંપુષ્ટિ યજ્ઞનો પ્રારંભ

સમા રોડ સ્થિત શ્રીયંત્ર મંદિરે આજથી સંપુષ્ટિ યજ્ઞનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાસમારોડ સ્થિત ઘનશ્યામ પાર્ક સોસાયટી ખાતે આવેલ શ્રીયંત્ર મંદિરમાં યોજાનાર પાંચ દિવસીય શ્રીસુક્તમ્ યજ્ઞ મહોત્સવ તથા રાજરાજેશ્વરી શ્રીયંત્રરાજની અધિષ્ઠાત્રી દેવી લલીતા ત્રિપુર સુંદરી માતાજીના છઠ્ઠા પાટોત્સવની ઉજવણીનો આજથી પ્રારંભ કરવામાં આવશે.

તા.10 થી 14 જૂન સુધી પાંચ દિવસીય અનુષ્ઠાન અને 16000 શ્રીસુક્તમ પાઠ સંપૂષ્ટિ યજ્ઞ યોજાશે.તા.10મીએ સવારે 9.00 કલાકે દિપપ્રાગટ્ય તથા રાજોપચાર વેદોક્ત, શાસ્ત્રોક્ત યજ્ઞ પૂજાનો પ્રારંભ થશે. તા.11 થી 13 જૂન સુધી શ્રીસુક્તમ્ સંપુટિત મંત્ર યજ્ઞની આહુતિ આપવામાં આવશે. તા.14મીએ સવારે 10.30 કલાકે ‘શ્રીસુક્તમ્ ’ની પૂર્ણાહુતિનું શ્રીફળ હોમાશે. ત્યારબાદ માઁ લલિતા ત્રિપુર સુદરી-શ્રીયંત્ર મંદિરના છઠ્ઠા પ્રતિષ્ઠા પાટોત્સવ કાર્યક્રમની શરૂઆત થશે. જેમાં માતાજીનું રાજોપચાર પૂજન વિધિ, સવા મણ મધથી ‘શ્રીયંત્ર’ પર અવિરત ધારા અભિષેક, 1111 કમળનો પ્રારંભ થશે. પૂર્ણાહુતિ રૂપે સાંજે 6.00 કલાકે શ્રીફળ હોમાશે. શ્રીયંત્ર મંદિર, એફ/13, ઘનશ્યામપાર્ક સોસાયટી, સમા-છાણી રોડ ખાતે પાટોત્સવ ઉજવાશે.

અંગે પૂ. .ડો.મંગલદત્તદવેએ જણાવ્યું હતું કે સવા મણ મધથી ‘શ્રીયંત્ર’ પર અવિરત ધારા અભિષેક થશે. શ્રીસુક્તમ્ યજ્ઞમાં 100 કિ.ગ્રા. મધ, 20 ડબ્બા શુદ્ધ ઘી સહિત અન્ય જડીબુટ્ટીઓ હોમવામાં આવશે.

મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે યોજાનાર શ્રીયાગ દરમિયાન 2000 કિલો બિલ્વફળ ચૂર્ણ, 100 કિ.ગ્રા. મધ, 20 ડબ્બા શુદ્ધ ઘી તથા અન્ય દિવ્ય દ્રવ્ય અંબર, કેસર, કસ્તુરી સહિત વિવિધ જડીબુટ્ટીઓની આહુતિ આપવામાં આવશે. પ્રસંગે હાલોલ,કંજરીના પૂ.મહામંડલેશ્વર સંત રામશરણદાસજી મહારાજ, સુરત સગરામપુરા ક્ષેત્રપાલ હનુમાન મંદિરના પૂ.રાકેશનાથજી મહારાજ સહિત અન્ય 21 બ્રાહ્મણો પાટોત્સવમાં ભાગ લેશે.

5 દિવસીય અનુષ્ઠાન અને 16000 શ્રીસુક્તમ પાઠ કરાશે

લલિતા ત્રિપુર સુંદરી માતાજીનાે છઠ્ઠાે પાટોત્સવ યોજાશે

અન્ય સમાચારો પણ છે...