તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એન્ડ્યુરન્સ રેસમાં 1:40 મિનિટમાં 1 કિમીનું અંતર પૂરંુ કરી સિટીની રીતુ કૌરે મેદાન માર્યું

એન્ડ્યુરન્સ રેસમાં 1:40 મિનિટમાં 1 કિમીનું અંતર પૂરંુ કરી સિટીની રીતુ કૌરે મેદાન માર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્ડ્યુરન્સ બાઇક રેસમાં રીતુ કૌર વિજેતા બની

જયપુરમાં યોજાયેલ એન્ડ્યુરન્સ રેસના ટ્રેકમાં રેતી, પથ્થર, કીચડ સાથે કારના વેસ્ટ ટાયરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે જોતા ટ્રેકને પાર કરવો ખુબ મુશ્કેલ જાણતો હતો. પરંતુ બાઈકર્સ માટે ટ્રેક સરળતા વાળો હતો.

બીજી રેસ કરતા એન્ડ્યુરન્સ રેસની માજા કંઈક અલગ હોય છે | વિનરરીતુ કૌરે જણાવ્યું હતું કે, એન્ડ્યુરન્સ રેસનો ટ્રેક વધારે મુશ્કેલ નહતો. બીજી રેસ કરતા એન્ડ્યુરન્સ રેસની માજા કંઈક અલગ હોય છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, હવે તે આગામી રવિવારે ગલ્ફ રેસ માટે ભોપાલ જશે.

વડોદરા | રાજસ્થાનના જયપુરમાં યોજાયેલ એન્ડ્યુરન્સ રેસમાં વડોદરાની બાઈકર રીતુ કૌર ફર્સ્ટ આવી હતી. એન્ડ્યુરન્સ બાઈક રેસમાં રીતુ કૌરે એક કિમીનું અંતર 1:40 મિનિટમાં પૂરું કરી વિનર બની હતી. રેસમાં વિવિધ શહેરની 8 ગર્લ્સે પર્ટિસિપેટ કર્યું હતું. એન્ડ્યુરન્સ રેસ તેના પડકાર જનક ટ્રેક માટે ઓળખાય છે. જેમાં રેતી, પથ્થર, કીચડ જેવા અવરોધોે પાર કરી રેસ જીતવાની હોય છે.

Bike Race

અન્ય સમાચારો પણ છે...