તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સયાજીના પીડિયાટ્રિક વોર્ડમાં પંખો તૂટી પડતાં બાળદર્દી સહિત 3ને ઇજા

સયાજીના પીડિયાટ્રિક વોર્ડમાં પંખો તૂટી પડતાં બાળદર્દી સહિત 3ને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા સ્થિત કંડોરા ગામે રહેતા 56 વર્ષીય અરવિંદ શંકરભાઇ બારિયા ખેતમજૂરી કરે છે. તેમની દીકરી મનીષા જગદીશભાઇ બારિયાના 7 વર્ષીય પુત્રને બીમારીના કારણે મંગળવારે સવારે સયાજી હોસ્પિટલમાં લાવ્યાં હતાં. જ્યાં પીડિયાટ્રિક 2 વાગ્યાના સુમારે ડોક્ટર દર્દીનું બ્લડ સેમ્પલ લઇ રહ્યા હતા જ્યારે તેની માતા અને દાદા પલંગ પાસે બેઠાં હતાં.

દરમિયાન દીવાલ પર ક્લેમ્પમાં લગાવેલો પંખો પાઇપમાંથી અચાનક તૂટી પડતાં પલંગની પાસે બેઠેલા પિતા-પુત્રીના માથા પર પડતાં બંનેને ઇજા થઇ હતી. ઉપરાંત બાળ દર્દીને પણ નાકના ભાગે ઇજા થઇ હતી. ઘટનાના પગલે સમગ્ર વોર્ડમાં નાસભાગ થઇ ગઇ હતી. બંનેેને સારવાર માટે સયાજી હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં સારવાર માટે લઇ જવાયાં હતાં. ઘટના અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગયા વરસે પીડીયાટ્રિક વોર્ડમાં પીઓપીની છત પડી જતાં હોસ્પિટલના સતાધીશો ચોંકી ઉઠયા હતા.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં પીડિયાટ્રિક વિભાગમાં ઓક્સિજનના અભાવે બાળકનું મોત નીપજ્યું હોવાનો તેના પિતા અને મામાએ આક્ષેપ કરતાં હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે તપાસ કમિટી બનાવી હતી. ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં પીડિયાટ્રિક વિભાગમાં બાળદર્દી પર પંખો તૂટી પડવાની ઘટના બની હતી.

પીડિયાટ્રિક વોર્ડમાં દીવાલો પર ક્લેમ્પથી લગાવેલા પંખાઓ પૈકી કેટલાય ખખડધજ થઇ ગયા છે. સૂત્રો અનુસાર, જે પંખો પડ્યો તે છેલ્લા કેટલાક દિવસથી હાલતો હતો. સ્ટાફે સંદર્ભે સત્તાધીશોનું ધ્યાન પણ દોર્યું હતું અને ચાર વખત રિમાન્ડર પણ મોકલ્યાં હતાં. જેના પગલે પીઆઇયુના કર્મચારી પંખાનું નિરીક્ષણ પણ કરી ગયા હતા. જોકે, પંખા માટે દરકાર નહિ લેવાતાં આજે તૂૂટી પડ્યો હતો. વોર્ડમાં સંખ્યાબંધ પંખાઓ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે.

તબીબ દર્દીનું બ્લડ સેમ્પલ લઇ રહ્યા હતા ત્યારે સિલિંગ ફેન પડયો

ઓક્સિજનના અભાવે મોતના વિવાદ બાદ વધુ એક ઘટના ઘટી

અન્ય સમાચારો પણ છે...