ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકબાજુ સુપ્રીમ કોર્ટ ભારતીય ખેલાડીઓને ક્લીન રાખવા માટે પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ બરોડા ક્રિકેટ એસોસિયેશને માનવ તસ્કરીના આરોપમાં જેલ જઈ ચૂકેલા જેકોબ માર્ટિનને રણજી ટીમનો કોચ બનાવ્યો છે. કેટલાક સિનિયર ખેલાડીઓ અને અધિકારીઓનું માનવું છે કે પસંદગી લોઢા સમિતિની નિયમો વિરુદ્ધ છે. માર્ટિન ભારત તરફથી 10 આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રની ચૂકેલો છે.

માર્ટિનની 2009માં દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર 2003ના માનવ તસ્કરી બાબતે ધરપકડ કરવામાં આવી હતી. તે નિમેષ કુમાર નામનાં એક છોકરાને પૈસાની લાલચ આપી બ્રિટન લઈ જઈ રહ્યો હતો. તેણે નિમેષનો નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. નિમેષે ખુલાસો કર્યો હતો કે માર્ટિને તેની પાસેથી 7 લાખ રૂપિયા લઈને બ્રિટન લઈ જવાની વ્યવસ્થા કરી હતી. તેણે અજ્વા નામની નકલી ક્લબ પણ બનાવી હતી. માર્ટિને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી પણ આપી હતી. પરંતુ કોર્ટે તેને જામીન આપવાની ના પાડી હતી. દિલ્હી પોલીસે માર્ટિન વિશે માહિતી આપનારને 25 હજાર રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી.

ત્યારબાદ તેને એપ્રિલ 2011માં શાહદરાના બાબરપુર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. કોર્ટે એક વાર વધુ જામીન આપ્યા નહોતા અને જણાવ્યું હતું કે તે કાયદાથી ભાગી રહ્યો છે. તેના પર લાગેલા આરોપ ઘણા ગંભીર છે. તે ભારતીય રેલવેનો કર્મચારી હતો. ત્યારબાદ રેલવેએ તેને નોકરીમાંથી બહાર કાઢી નાંખ્યો હતો. જેકોબ માર્ટિન હાલમાં જામીન પર છૂટ્યો છે. અને હવે તેની નિમણૂક કોચના પદમાં કરવામાં આવી છે. તેને કોચ બનાવ્યાં બાદ લોઢા સમિતિના સેક્રેટરી ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે કોઈ પણ આરોપી રેકોર્ડ ધરાવનારી વ્યક્તિને કોચ બનાવી શકાય. જ્યારે બીસીસીઆઈ સેક્રેટરી અજય શિર્કેએ જણાવ્યું કે રાજ્ય એસોસિયેશનની બાબત છે. બીસીસીઆઈ અને તેના કાર્યકરો પર તેની અસર નહીં પડે.

ટીમના એક વરિષ્ઠ ખેલાડીએ જણાવ્યું હતું કે રણજી ટ્રોફીના કોચ પદ પર તમે કોઇ એવા વ્યક્તિની નિયુક્તિ કેવી રીતે કરી શકો છો જે થોડો સમય તિહાડ જેલમાં પસાર કરીને આવ્યો હોય. સમગ્ર રીતે અનૈતિક છે. તે ભલે એક સારો ક્રિકેટર છે. પરંતુ કાયદાની નજરમાં સારો નાગરિક નથી. તેને કોચના પદ પર નિયુક્ત કરીને બીસીએએ સારું ઉદાહરણ આપ્યું નથી. બીજી તરફ માર્ટિને જણાવ્યું હતું કે મને કાયદાપર પૂરો ભરોસો છે. હું તમામ આરોપોમાંથી મુક્ત થઇ જઇશ.

માનવ તસ્કરીનો આરોપી માર્ટિન BCAનો કોચ બન્યો

અન્ય સમાચારો પણ છે...