તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે.તનેજાએ વડોદરામાં મધ્ય ગુજરાતના

વડોદરા |ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે.તનેજાએ વડોદરામાં મધ્ય ગુજરાતના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે.તનેજાએ વડોદરામાં મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, આણંદ, નર્મદા અને ભરૂચ જિલ્લાઓના ઔદ્યોગિક મંડળોના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ-વ્યાપાર કરવાની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. વાયબ્રન્ટ ગુજરાત સમીટ-2017 ની સવિસ્તાર જાણકારી આપવામાં આવી હતી. ઔદ્યોગિક મંડળોને નવ સ્થાપિત ઉદ્યોગોને વાયબ્રન્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જણાવાયું હતું. બેઠકમાં સિંગલ વિન્ડો સિસ્ટમની વિભાવનાને સાકાર કરતા ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન પોર્ટલનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોર્ટલના માધ્યમથી ઉદ્યોગ શરૂ કરવા માટે જુદાજુદા વિભાગોને સ્પર્શતી 64 પ્રકારની નોંધણી માટે સિંગલ આઇ.ડી.થી અરજી કરી શકાય છે. બેઠકમાં મંડળોને ઉદ્યોગોને સ્પર્શતા પ્રશ્નો અને મુશ્કેલીઓની રજૂઆત કરી હતી. જે અંગે નીતિ નિયમોની મર્યાદામાં સમયસર નિરાકરણની સાંત્વના આપવામાં આવી હતી. દર મહિને એકવાર પ્રકારના ઓપન હાઉસના આયોજનના તેમના સૂચનની નોંધ લેવામાં આવી હતી.

અધિક મુખ્ય સચિવ ઉપરાંત બેઠકમાં એમ.જી.વી.સી.એલ.ના એમ.ડી.શ્રીમતી શાહમીના હુસૈન, કલેકટર લોચન સેહરા તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વડોદરાના જનરલ મેનેજર દ્વારા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું.

ઉદ્યોગ શરૂ કરવા માટે 64 પ્રકારની નોંધણી પોર્ટલથી થઇ શકશે

અન્ય સમાચારો પણ છે...