તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છુપાછુપીનો ખેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાંબે વર્ષ બાદ યોજાયેલી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એનએસયુઆઇ અને એબીવીપીએ રૂપિયા 5 હજારની મર્યાદા કરતાં પણ વધુ એટલે કે 50 હજાર જેટલો તોતીંગ ખર્ચ કર્યા બાદ હવે તેનો ખર્ચ રીટર્નીંગ ઓફીસરને બતાવવા માટે તમામ સંગઠનો ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’ જેવો ઘાટ અપનાવીને ખર્ચાનો હિસાબ આપવાનું ટાળી રહ્યા છે.

યુનિવર્સિટીમાં બે વર્ષ બાદ 3જી સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઇ હતી. વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં દરેક ઉમેદવારે માત્ર રૂપિયા 5 હજારની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે તેવું લિંગ્દોહ કમિટીની ભલામણોને ટાંકીને ચૂંટણીના રીર્ટનીંગ ઓફીસરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું હતું. જાહેરનામાના આધારે એનએસયુઆઇ અને એબીવીપી જેવા મોટા વિદ્યાર્થી સંગઠનોના વીપી-યુજીએસ તથા એફજીએસ-એફ.આરના પદ પર ચૂંટણી લડતાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવતાં ફોર્મ પર સહી કરીને ચૂંટણીની શરતોનું પાલન કરવાનું જણાવ્યું હતું. જોકે જાહેરનામાંનો તમામ વિદ્યાર્થી સંગઠનોએ ભંગ કરીને રૂપિયા 5 હજારની મર્યાદાને બદલે રૂપિયા 50-70 હજાર સુધીનો ધૂમ ચૂંટણીનો ખર્ચ કર્યો હતો. જેમાં ઉમેદવારોની શહેરના વિવિધ કલાસીસ પર વિઝીટ, વાહનોના કાફલા સાથે રેલી, નાસ્તા-પાણી, બેનર્સ-કાર્ડ તથા અન્ય પ્રચારના સાહિત્ય પાછળ ખર્ચેલા રૂપિયાનો સમાવેશ થાય છે.

તોતીંગ ખર્ચ કર્યા બાદ વિવિધ ગ્રૂપો પણ હિસાબો રજૂ કરવાથી દૂર ભાગી રહ્યા છે. સામાન્ય વાત પર હિંસક લડાઇ પર ઉતરી આવતાં વિદ્યાર્થી સંગઠનો તોતીંગ ખર્ચના મામલે અન્ય પક્ષ-સંગઠનો સામે વિરોધ દર્શાવાનું ટાળે છે.

~5 હજારના ખર્ચનો નિયમ બનાવો

^8મી જાન્યુઆરીના રોજ યોજાનરા સેનેટની ચૂંટણી માટે પણ રૂપિયા 5 હજારની ચૂંટણી ખર્ચ થવો જોઇએ તેવો નિયમ યુનિ.એ બનાવવો જોઇએ. વિદ્યાર્થી સંઘો માટે રૂપિયા 5 હજારનો ખર્ચનો નિયમ થોડો અઘરો છે. આટલાં ખર્ચમાં તો કોઇના માટે પણ ચૂંટણી જીતી શકાય તેમ નથી. અમે અમારો હિસાબ આવનાર દિવસોમાં આપીશું. > હિતેશદેસાઇ, પ્રમુખ,એનએસયુઆઇ.

હિસાબો તૈયાર કર્યા નથી, હવે કરી દઇશું

^મહારાજાસયાજીરાવ યુનિ.માં યોજાયેલી વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન માટે થયેલા ખર્ચનો હિસાબ હજી સુધી રીટર્નીંગ ઓફીસરે માંગ્યો નથી. જેના કારણે થયેલા ખર્ચનાે હિસાબ અમે પણ તૈયાર કર્યો નથી. આગામી દિવસો તૈયાર કરીને અમે રીર્ટનીંગ ઓફીસરને આપી દઇશું. > મૌલિકદેસાઇ, શહેરમંત્રી,એનએસયુઆઇ.

યુનિ.ચૂંટણીનો હિસાબ, ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’!

અન્ય સમાચારો પણ છે...