તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BMA ખાતે હિપ્નોટીઝમ વિષય પર એક્સપર્ટ દ્વારા ટોક અપાશે

BMA ખાતે હિપ્નોટીઝમ વિષય પર એક્સપર્ટ દ્વારા ટોક અપાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીશુક્રવારે શહેરની બીઅેમએ ઇન્સ્ટિટ્યુટ ખાતે ‘હિપનોટીઝમ’ વિશે ટોકનું આયોજન કરવામાં આવ્યું છે. બીએમએ ટોકમાં રીટાયર આર્મી ઓફિસર સ્પીકર કેપ્ટન મનોજ ગોર હિપનોટીઝમનાં વિવિધ પાસાઓ વિશે વાત કરશે. જેમાં તેઓ હિપનોટીઝમની શરૂઆત કેવી રીતેે થઇω હિપનોટીઝમની વ્યાખ્યા, હિપનોટીઝમ વિશેની ગેરમાન્યતાઓ, હિપનોટીઝમનો ઇતિહાસ જેવા વિષયો પર ચર્ચા કરશે.

ટોકમાં શ્રોતાઓની જાણકારી માટે તેઓ હિપનોટીઝમમાં હિપનોટાઇઝ થયેલા વ્યક્તિનું માઇન્ડ કેવી રીતે વર્ક કરે તે વિશે પણ માહિતી આપશે. હિપનોટાઇઝ્ડ વ્યક્તિના માઇન્ડ પર કેવી અસરો થાય છે. તેની નેગેટીવ અને પોઝીટીવ ઇફેક્ટ વિશે પણ ચર્ચા કરશે. ટોકમાં જોડાયેલા લોકોનાં નોલેજ માટે તેઓ હિપનોટાઇઝની શરૂઆત શા માટે કરવામાં આવી હતી, વ્યક્તિ કેવી રીતે હિપનોટાઇઝ થાય છે, હિપનોટાઇઝ થાય ત્યારે વ્યક્તિનાં ચહેરાનાં હાવભાવમાં કેવા ફેરફાર થાય છે તે વિશે પણ નોલેજ આપશે. વિશેષમાં તેઓ હિપનોટાઇઝનાં વિવિધ ઉપયોગો અને ફાયદાઓ વિશે પણ ચર્ચા કરી નોલેજ આપશે. હિપનોટીઝમને કેવી રીતે શીખી શકાય તે વિશે પણ ટોકમાં ચર્ચા કરશે.

BMA Talk

અન્ય સમાચારો પણ છે...