તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સીએની ફાઈનલ એક્ઝામનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું

સીએની ફાઈનલ એક્ઝામનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્સ્ટિટ્યૂટઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) તરફથી નવેમ્બરમાં યોજાનારી સીએ ફાઈનલ એક્ઝામ અને ઈન્ટિગ્રેટેડ પ્રોફેશનલ કમ્પિટન્સી કોર્સ (આઈપીસીસી) માટેનું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. તેમાં આઈપીસીસી, સીએ ફાઈનલ એક્ઝામની સાથે મેનેજમેન્ટ એકાઉન્ટન્સી કોર્સ, ઈન્શોરિયન્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ એક્ઝામિનેશન અને ઈન્ટરનેશનલ ટ્રેડ લો એન્ડ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈજેશન એક્ઝામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક્ઝામ વડોદરા સહિત દેશભરના 172 શહેરોમાં લેવાશે. આઈસીએઆઈ તરફથી એક્ઝામ 1 નવેમ્બર અને 16 નવેમ્બર સુધીમાં યોજાશે. એક્ઝામની રજિસ્ટ્રેશનની પ્રોસેસ 4 ઓગષ્ટથી શરૂ થશે,જે 25 ઓગષ્ટ સુધી ચાલશે.

CA Exam

અન્ય સમાચારો પણ છે...