તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભૂચુંબકીય તરંગોના રિસર્ચમાં ભારત લીડર રહેશે

ભૂચુંબકીય તરંગોના રિસર્ચમાં ભારત લીડર રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રેવિટીશનલવેવ્ઝ એટલેકે ભૂચુંબકીય તરંગો ‘લીગો’ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા. જેની શોધમાં વડોદરાના ડૉ.કરણ જાનીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ફીઝીક્સમાં ભુચુંબકીય તરંગોનો નવો વિષય સંશોધનો માટે મળ્યો છે ત્યારે તેમાં ભારત લીડ કરે તેવા પ્રયાસો પણ ભારતમાં લીગોની સ્થાપના કરવાથી શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથે લીગોમાં કાર્ય કરનારા સાયન્ટિસ્ટ્સમાં ભારતીય સાયન્ટિસ્ટ્સ મોટો ભાગ ભજવે તે હેતુથી તથા વિષયમાં વધુમાં વધુ રિસર્ચ ભારતમાં થાય તે માટે ડૉ.કરણ જાની દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ડૉ.કરણ જાની

ગ્રેવિટેશનલ વેવ્ઝ પર 100થી વધુ રિસર્ચ ભારતમાં થાય તે માટે હું દેશની ઇન્સ્ટિટ્યૂટ્સ અને કોલેજીસમાં જઇને સાયન્સના સ્ટુડન્ટ્સને વિષય પર રિસર્ચ કરવા જાગૃત કરી રહ્યો છું. ગત અઠવાડીયએ IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. જ્યારે આગામી ગુરુવારે ગુજરાત યુનિ.માં તથા શુક્રવારે મુંબઇ યુનિ.માં વિદ્યાર્થીઓને મળીશ. ડૉ.કરણજાની

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતના સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન્સને વધુ અસરકારક તથા તેના આઉટકમ્સને પણ વધુ ગેઇનિંગ વાળા બનાવવા માટે વિશેષ પોલીસી રચવામાં આવનાર છે. પોલીસી બનાવવામાં કરણ જાનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Science

અન્ય સમાચારો પણ છે...