તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બૂટલેગર રાકેશ જયસ્વાલને પાસા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા2 મહિનામાં દારૂની હેરાફેરીના 4 કેસમાં પકડાયેલા રતનપુરના નામચીન બૂટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે. વડોદરા જિલ્લામાં પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલા બૂટલેગરો સામે પાસાની કાર્યવાહી કરવાના જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાના આદેશના પગલે એલસીબીએ બૂટલેગરોની પાસા દરખાસ્તો તૈયાર કરાવવાની કવાયત હાથ ધરી હતી. છેલ્લા 2 મહિનામાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરીના 4 ગુનામાં રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ સંડોવાયેલો હોઇ ગત 25 જૂને તેની ધરપકડ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...