તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

6 મહિનામાં મીસ કેરેજ થાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સયાજીહોસ્પિટલમાં પાંચ દિવસ અગાઉ ડિલીવરી માટે 108માં આવી રહેલા અંકોલ ગામની મહીલાને માર્ગમાં ડિલીવરી થઇ હતી. અધૂરા મહીને જન્મેલું બાળક ‘એમ્નીઓટીક બેન્ડ સિન્ડ્રોમ’ ધરાવતુ હોવાનુ જણાંતા પિડીયાટ્રીક વિભાગના આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યુ હતુ. બાળકના પગે થયેલા ગેગરીંગને પગલે તાત્કાલીક સારવાર આપી શરીરના અન્ય ભાગમાં ફેલાતા ચેપને અટકાવી જીવન બચાવવામાં આવ્યું હતું.

વાઘોડીયા તાલુકાના અંકોલ ગામના વતની અને કડીયાકામ કરતા ગરીબ પરીવાર દ્વારા તેમના બીજા સંતાન અંગે સોનોગ્રાફી પણ કરાવવામાં આવી નહોતી. અધૂરા મહીને 108માં ડિલિવરી થયેલા બાળક અંગે સયાજી હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના હેડ ડો.બકુલ જાવડેકર દ્વારા તુરંત સર્જરી વિભાગ અને પ્લાસ્ટીક સર્જનની સલાહ લેવામાં આવી હતી. બાળકના પગે બેલ્ટ વિંટળાયેલો હોવાથી ગર્ભમાં તેના પગે ચેપ લાગ્યો હતો. જે પગે જન્મના માત્ર ત્રણ કલાકમાં ગેગરીન થયું હતું. આઈસીયુમાં રાખવામાં આવેલા બાળકનો પગ ત્રીજા દિવસે આપોઆપ શરીરથી છુટો પડી ગયો હતો. પરંતુ તબીબોએ બાળકના શરીરમાં ચેપ જતો અટકાવી બાળકનું જીવન બચાવ્યું હતું.

ગેગરીંગથી પગ છૂટો પડ્યો : પ્લાસ્ટીક, પિડીયાટ્રીક અને સર્જરી વિભાગનો સંયુક્ત પ્રયાસ

પરિવાર પાસે સારવાર માટે પૈસા પણ નથી

^મહિલાડિલીવરી માટે 108માં અત્રે લાવવામાં આવતી હતી. જેને માર્ગમાં ડિલીવરી થઇ જતાં અમારા માટે પ્રથમ બાળકનો જીવ બચાવવો અગત્યનું હતું. મારી કેરીયરમાં પાંચ વર્ષે આવો કેસ જોયો .બાળકના પરિવાર પાસે તેની સારવાર માટે પૈસા નથી. >ડો. સ્વેેતાપરીખ, પીડીયાટ્રીશ્યન, સયાજી હોસ્પિટલ

‘એમ્નીઓટીક બેન્ડ સિન્ડ્રોમ’ ધરાવતું નવજાત શિશું

એમ્નીઓટીક બેન્ડ સીન્ડ્રોમ ધરાવતું બાળક બચાવાયું

ઘટના સાવ કુદરતી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. અંગે સોનોગ્રાફી કરાવતાં જાણ થાય છે. પરંતુ 6 મહીનામાં મહીલાને મીસ કેરેજ થઈ જાય છે. જો બાળક જન્મે તો પણ તે દિવ્યાંગ જન્મે છે.

અન્ય સમાચારો પણ છે...