અંબાજી ગયેલા યાત્રિકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજીપગપાળા સંઘમાં ગયેલા વડેાદરાના યાત્રીકનું અકસ્માતમાં મોત નીપજયું હતું.

વડોદરા શહેરના વાસણારોડ વિસ્તારમાં દેવનગરમાં રહેતા કિશોર ભાઈ રમણભાઈ પઢીયાર (ઉ.વ.38) વડોદરાથી નીકળેલા પગપાળા સંઘમાં નીકળ્યા હતા.અંબાજી પાસે રાણપુર સંઘ લઈને નીકળેલા એક ટ્રેકટરની અડફેટે તેમનું કમકમાટીભર્યુ મોત નીપજયું હતું.આ અંગેની જાણ વડોદરાના દેવનગરમાં થતાં તેમના પરીવારજનોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.તેમના પરીવારજનો અંબાજી જવા રવાના થયા હતા.અંબાજી પોલીસે જણાવ્યું હતું કે કિશોર પઢીયારના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સરકારી હોસ્પીટલમાં મોકલી દેવામાં આવ્યો છે. બનાવમાં ટ્રેકટર ડ્રાયવરની ધરપકડ કરવામાં આવી છે એમ પોલીસે ઉમેર્યું હતું.

વાસણારોડ દેવનગરનો યુવાન પગપાળા ગયા હતા

અન્ય સમાચારો પણ છે...