તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોલીસની મહેરબાનીથી વિસર્જન સવાર સુધી ચાલ્યુ

પોલીસની મહેરબાનીથી વિસર્જન સવાર સુધી ચાલ્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમા તળાવ, મોટનાથ તળાવ તેમજ હરણી તળાવ ખાતે સાંજ સુધીમાં મોટાશ્રીજીની સવારીઓ પ્રમાણમાં ઓછી નિકળી હતી તો સુરસાગર ખાતે પણ વિવિધ રોડ પર મોટા શ્રીજીની સવારીઓ બહુ ઓછા પ્રમાણમાં નિકળી હતી. આજે મોટી સંખ્યામાં લોકો રાજમહેલ રોડ પર તેમજ રાવપુરા રોડ પર સવારીઓ જોવા માટે અકત્રીત થયેલા જોવા મળ્યાં હતા પરંતુ દર વર્ષ જેવો માહોલ જોવા મળ્યો હતો. જો કે, સાત વાગ્યા બાદ માહોલ જામ્યો હતો અને તેના કારણે વર્ષે મોડી રાત સુધી વિસર્જન શરૂ રહેશે તેમ સ્પષ્ટ જણાઇ રહ્યું હતું. મોડી સાંજે દાંડીયાબજાર રોડ પર શ્રીજી સવારીઓ નિકળવાનું શરૂ થયું હતું અને તેના કારણે માહોલ જામ્યો હતો.

આજે મોટા મંડળોની શ્રીજી સવારીઓ સાત વાગ્યા બાદ નિકળવાનું શરૂ થયું હતું અને તેના કારણે વર્ષો બાદ વડોદરામાં શ્રીજી સવારીઓ વહેલી કાઢવામાં પોલીસે કોઇ રોલ ભજવતાં બાબત લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.

શહેરનાે ચાર દરવાજા િવસ્તાર સાંજ બાદ વિસર્જન યાત્રાઓથી ઉભરાઇ ગયો હતો. વિશાળ કદની મનમોહક શ્રીજીની મૂર્તિઓ જોવા લોકોનો ભારે ધસારો રહ્યો હતો.

શ્રીજી સાપસીડી રમતા હોવાનો ફ્લોટે લોકોમાં આકર્ષણ જમાવ્યું

જ્યુબેલીબાગ યુવક મંડળ દ્વારા વર્ષે બાળ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી અને તેમાં બાળ શ્રીજી સાપસીડી રમતા હોવાનો ફ્લોટ હોવાના કારણે ફ્લોટ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સવારી માર્ગ પરથી પસાર થઇ રહી હતી તે સમયે ખાસ કરીને મહિલાઓ બાળકો ફ્લોટ જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...