• Gujarati News
  • National
  • છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી બોરસદથી ઝડપાયો

છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી બોરસદથી ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશવિસર્જનને લઇને આણંદ પેરોલફર્લો સ્કોર્ડની ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની ઝૂંબેશ હાથ ધરી હતી. ગુરુવારે સવારે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે બોરસદ ચોકડી પાસે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ લુણાવાડાના અને વડોદરા ખાતે રહેતા વિજયકુમાર શાંતીલાલ દેવડાએ બે વર્ષ અગાઉ વિદ્યાનગર મોટા બજારમાં વિહંગ ટાવરમાં એક ઓફિસ ભાડે રાખી હતી. ત્યાંથી લોકોને સસ્તામાં સબસિડીવાળી લોન અપાવવાની લોભામણી લાલચ આપતો હતો. જે તે સમયે વિદ્યાનગર અને આણંદ સહિત કેટલાક ઇસમો પાસે લોન અપાવવાના બહાને નાણાં પડાવી લઈને ભાગી ગયો હતો. જે અંગે બે વર્ષ અગાઉ વિદ્યાનગર પોલીસ મથકે વિજય દેવડા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી વિજય દેવડા પોલીસને ચકમો આપીને નાસતો ફરતો હતો.

વડોદરામાં રહેતા શખ્સનું કારસ્તાન

લોન અાપવાના નામે લાખોની ઠગાઇ

અન્ય સમાચારો પણ છે...