તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરાની ઓળખ ઉજાગર કરતી ચીજવસ્તુઓનંુ વેચાણ થશે

વડોદરાની ઓળખ ઉજાગર કરતી ચીજવસ્તુઓનંુ વેચાણ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીઆગવી ઓળખ સમા સયાજીબાગમાં હવે વડોદરાની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સામાજિક લોકજીવને ઉજાગર કરતી ચીજવસ્તુઓનુ વેચાણ થઇ શકે તે માટે સોવેનિયર શોપ ચાલુ કરવામાં આવનાર છે.

મહાનગર સેવાસદન હસ્તકનો સયાજીબાગ ઐતિહાસિક મહત્વ ધરાવતો બગીચો છે. આધુનિક વડોદરાના સ્વપ્નદૃષ્ટા કૈ.સયાજીરાવ ગાયકવાડ(ત્રીજા)ની ભેટ સમા સયાજીબાગમાં આવતા સહેલાણીઓ માટે વડોદરાનુ કાયમુ સંભારણુ રહી જાય તે માટેની ચીજવસ્તુઓના વેચાણની વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં કવાયત કરવામાં આવી હતી. સેવાસદનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા સયાજીબાગ બેન્ડ પાસેના હયાત સ્ટ્રકચરમાં પીપીપી મોડેલથી સોવિનેયર શોપ વિકસાવવા માટે ઓફર મંગાવવામાં આવી હતી. સોવિનેયર શોપ માટે ત્રણ ઓફર આવી હતી અને પાંચ વર્ષ માટેના રૂા.6,27,360ના હાઇએસ્ટ પ્રિમીયમની ઓફરને માન્ય રાખવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

કામગીરીના ડેવલપમેન્ટની સાથોસાથ �ઓપરેશન અને મેન્ટેનન્સ માટે થનાર તમામ ખર્ચ ડેવલપર દ્વારા કરવાનો છે. કામગીરીનો લીઝ પિરીયડ પાંચ વર્ષ સુધીનો છે. ઇજારદાર દ્વારા રજૂ કરેલ સાઇટનુ કમ્પ્લીશન સર્ટિફીકેટ સેવાસદન દ્વારા મંજુર કર્યેથી જાહેરાતના હક્કો પણ આપવામાં આવશે. જોકે, ઇજારદાર લીઝ પિરીયડ એટલે કે પાંચ વર્ષ પહેલા કામગીરી છોડી દે તો તેવા કિસ્સામાં સાઇટ પરની તમામ સ્થાયી અને જંગમ મિલકત સેવાસદનને ટ્રાન્સફર કરવાની રહેશે.

સયાજીબાગમાં સોવેનિયર શોપ શરૂ કરાશે

અન્ય સમાચારો પણ છે...