તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઢોર પાર્ટીને SRPની ટીમ ફાળવવા મુદ્દે અસમંજસ

ઢોર પાર્ટીને SRPની ટીમ ફાળવવા મુદ્દે અસમંજસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંરખડતી ગાયો અંગે સેવાસદન દ્વારા પશુપાલકો સામે આકરાં પગલાં લેવાનો નિર્ણય કરાયો છે.એસઆરપી અને પોલીસની મદદથી શુક્રવારથી રખડતાં ઢોર પકડવા મહાઆયોજન યોજાવાનું હતું. પરંતુ ગણેશ વિસર્જનને પગલે પોલીસ અને એસઆરપી બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી આયોજન પડતું મૂકવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સેવાસદનનાં સૂત્રો મુજબ હજુ કોઇ પત્ર આવ્યો નથી. જેથી આવતી કાલનો કોઇ કાર્યક્રમ નક્કી થયો નથી.

રખડતી ગાય દ્વારા ત્રણ વ્યક્તિના ભોગ લેવાયાે છે. તાજેતરમાં ગોરવા વિસ્તારમાં રોડ પર બેઠેલી પાંચ ગાયનાં માર્ગ અકસ્માતમાં મોત થયાં હતાં. પશુને રાખનાર માટે લાઇસન્સ પ્રથા શરૂ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. પંદર દિવસમાં પશુપાલકોએ લાઇસન્સ માટે પ્રક્રિયા કરવાની જાહેરાત કરાઇ છે. ત્યારે આવતી કાલથી અભિયાન હજુ એક દિવસ વિલંબથી યોજાશે. એસઆરપીના 70 જવાનો સાથે સેવાસદનના એન્ક્રોચમેન્ટ ડાઇરેક્ટર દ્વારા વિવિધ ટીમો બનાવી રોડ પર રખડતાં ઢોર માટે અભિયાનની વચ્ચે પણ ગણેશ વિસર્જનમાં રોડ પર ગાયો નજરે પડતી હતી. જોકે સેવાસદન દ્વારા છેલ્લા 10 દિવસમાં 400 ઉપરાંત ગાય પકડવામાં આવ્યાનું જણાવાયું છે. તરસાલી તળાવમાં વિસર્જન ટાણે બપોરે ગાય ફરતી નજરે પડી હતી.

ગોત્રી ખાતે ગણેશ વિસર્જન વચ્ચે પણ રખડતી ગાયો જોવા મળી હતી.

ગાયો પકડવાની ઝુંબેશ હવે મોડી હાથ ધરાશે

અન્ય સમાચારો પણ છે...