• Gujarati News
  • National
  • સલાડ ગામના સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા

સલાડ ગામના સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાતાલુકાના સલાડ ગામના સરપંચ શૌચાલય માટેની મંજુર થયેલી સહાય લાભાર્થીને આપવા માટે રૂા.2010 ની લાંચ લેતાં ઝડપાયા હતા. કેસમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ.સૌરભ પારધીએ સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

સલાડ ગામના સરપંચ રમેશ જેઠાભાઇ રોહિતે સલાડ ગામના વિનોદ બાબરભાઇ પરમાર પાસેથી શૌચાલય માટેની મળવાપાત્ર સરકારી સહાય મંજુર થઇ નહોતી. ઉપરાંત ગામના અન્ય લાભાર્થીઓની પણ સહાયની રકમ મળી નહતી. જેથી લાભાર્થીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાતાં સહાયની રકમ મંજુર થઇ હતી. પરંતુ સરપંચ રમેશ રોહિતે લાભાર્થીઓને તેમની સહાયની રકમ મંજુર કરાવી હોવાનું જણાવી તે માટેના વ્યવહાર પેટે રૂા.3000 ચૂકવવાની માગણી કરી હતી. જો કે, પાછળથી રૂા.2000 ની રકમ નક્કી થઇ હતી. સાથે રૂા.10 દારૂની પોટલીના પણ આપવાની માગણી કરી હતી. લાભાર્થીઓએ અંગે વડોદરા લાંચ રુશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરી હતી. જેના આધારા લાંચ રુશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ સરપંચને રૂા.2010 ની લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા.

વ્યવહાર પેટે ~3000 ની માગણી કરી હતી

લાભાર્થી પાસેે ~2010ની લાંચ લેતાં ઝડપાયા હતા

અન્ય સમાચારો પણ છે...