તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ફ્રા રિપોર્ટર.વડોદરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રા રિપોર્ટર.વડોદરા

અટલાદરાવિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે બનેલી માધવનગર દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂરા થઇ ગયા છે ત્યારે તેના બાંધકામના સુપરવીઝન માટેના પ્રોજેક્ટ કન્સ્લટન્ટ પણ બદલવાનો નિર્ણય લેવામાં આવનાર છે.

અત્રે નોંધનીય છે કે, અટલાદરા વિસ્તારમાં વુડા દ્વારા બનાવાયેલ માધવનગરનાં બે બ્લોક તા.28 ઓગસ્ટ,2013ના રોજ ધરાશયી થયા હતા. જન્માષ્ટમીના દિવસે બનેલી દુર્ઘટનામાં 11 રહીશોનાં મૃત્યુ નિપજ્યાં હતાં. ઘટના બાદ માધવનગરનાં રહીશોને 14 મહિનામાં નવાં મકાન મળી જશે તેવી બાંયધરી આપવામાં આવી હતી. પરંતુ, ત્રણ વર્ષે પણ માધવનગરના નિરાશ્રિતોને તંત્ર તરફથી ઠાલાં વચનો મળી રહ્યાં છે.

વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ઇડબ્લ્યુએસ સ્કીમ હેઠળ 724 આવાસો અને 15 દુકાનોનું બાંધકામ કરવા માટે ડિસેમ્બર 2013માં એન કન્સ્ટ્રક્શનને વર્કŸ"ર્ડર આપવામાં આવ્યો હતો પરંતુ સમયમર્યાદામાં પણ બાંધકામ અધૂરું રહેતાં વુડાએ ત્રણ ટાવરના અધૂરા બાંધકામ કરનાર ઇજારદારનો ઇજારો કેન્સલ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત, પ્રોજેક્ટમાં પીએમસી તરીકે ફરજ બજાવી રહેલ અમદાવાદની મલ્ટીમેન્ટેક ઇન્ટરનેશનલ પ્રા.લિ.ની કામગીરી સંતોષકારક લાગી હતી અને તેથી નવા ડેવલપર કામગીરી શરૂ કરે તે પહેલા તેનો વર્કઓર્ડર રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. વુડાની આગામી બોર્ડ બેઠકમા વડોદરાની નવી એજન્સીની પ્રોજેક્ટ કોસ્ટના 1.40 ટકા વત્તા સર્વિસ ટેક્સના ભાવપત્રને મંજુરી આપવાની ભલામણ કરતી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...