• Gujarati News
  • National
  • હરણી તળાવમાં વિસર્જન ટાણે શ્રીજીને 24 ફટાકડાની સલામી

હરણી તળાવમાં વિસર્જન ટાણે શ્રીજીને 24 ફટાકડાની સલામી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરણીતળાવમાં નાની મોટી સંખ્યાબંધ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. જો કે હરણી ગામના હરણી સાર્વજનિક યુવક મંડળના કાર્યકરોએ શ્રીજીને અનોખી રીતે વિદાય આપી હતી.

છેલ્લાં 25 વર્ષથી હરણી ગામમાં ગણેશોત્સવ ઉજવતા કાર્યકરોએ ગુરુવારે વિસર્જન વેળાએ હરણી તળાવમાં શ્રીજીને 24 ફટાકડાની સલામી આપી હતી. ક્રેઇન દ્વારા શ્રીજીની મૂર્તિને તરાપામાં બેસાડાયા બાદ તરાપો જ્યારે તળાવની મધ્યમાં પહોંચ્યો ત્યારે અગાઉથી કરાયેલી તૈયારી મુજબ શ્રીજીની મૂર્તિ પાસે તરાપા ઉપર એકસાથે 24 ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ફટાકડાથી શ્રીજીને સલામી આપી વિદાય અપાઇ હતી.

જેવી શ્રીજીની મૂર્તિને ફટાકડાની સલામી અપાઇ કે તુરત તરવૈયાઓએ શ્રીજીની મૂર્તિને તળાવના પાણીમાં વિસર્જિત કરી હતી. વખતે તળાવના કિનારે રહેલા કાર્યકરોએ ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તું જલ્દી ના નારા સાથે વાતાવરણ ગજવી દીધું હતું. અનોખી રીતે બાપાને અપાયેલી વિદાયથી હરણી તળાવ ખાતે ઉમટેલા હજારો ભક્તોનું ધ્યાન આકર્ષાયું હતું.

હરણી સાર્વજનિક યુવક મંડળે અનોખી રીતે વિદાય આપી

અન્ય સમાચારો પણ છે...