• Gujarati News
  • National
  • કરનાળી કંબોઇમાં સ્નાન માટે ધસારો

કરનાળી-કંબોઇમાં સ્નાન માટે ધસારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારેસંવત-2073 ની એકમાત્ર શનિવારી અમાસનો યોગ સર્જાયો હતો. જેથી શનિવારે નર્મદા નદીમાં પવિત્ર સ્નાન સાથે કરનાળી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમજ મહીસાગર સંગમ તીર્થ કંબોઇ ખાતે સ્નાન કરી સ્તંભેશ્વર મહાદેવનાં દર્શનનો હજારો શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો.

શનિવારે સવારે સૂર્યોદય વેળા ઉદિત તિથિ તરીકે અમાસ હોઇ શનિવારી અમાસનો યોગ બન્યો હતો. શનિવારી અમાસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહાત્મ્ય હોઇ વડોદરા જિલ્લામાં તીર્થધામ કરનાળી ખાતે નર્મદા નદીમાં સ્નાન કરી કુબેરેશ્વર મહાદેવના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. શનિવારી અમાસે કરનાળીમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જામી હતી.

બીજી તરફ મહીસાગર સંગમ તીર્થ કંબોઇ ખાતે પણ શનિવારી અમાસે સ્નાન-દર્શનનો મહિમા શાસ્ત્રોમાં વર્ણવાયો છે.જેથી શનિવારે કંબોઇના દરિયામાં સ્નાન કરી શ્રદ્ધાળુઓએ દરિયાની મધ્યમાં બિરાજમાન ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન-જલાભિષેકનો લ્હાવો લીધો હતો.

શનિવારી અમાસે પ્રયાગમાં 7 વખત, પુષ્કરમાં 9 વખત અને પ્રભાસમાં 11 વખત તીર્થયાત્રા કરવાથી જે પુણ્ય ફળ મળે છે તે પુણ્ય મહીસાગર સંગમ તીર્થ-કંબોઇ ખાતે એક વખત સ્નાન અને દર્શન કરવાથી પ્રાપ્ત થતું હોઇ કંબોઇ ખાતે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.

સ્તંભેશ્વર મહાદેવના જલાભિષેકનો લ્હાવો લીધો

શનિવારી અમાસનો િવશેષ મહિમા

અન્ય સમાચારો પણ છે...