• Gujarati News
  • National
  • વીસી સામે માનહાનિનો દાવો કરવા ચીમકી

વીસી સામે માનહાનિનો દાવો કરવા ચીમકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બી.કોમ ઓનર્સ સહિત જગ્યાઓ પર મારા પતિ ડૉ.ઉમેશ ડાંગરવાલાને યેનકેન પ્રકારે હટાવવા માટે પ્રો. પરિમલ વ્યાસે ૩૦મી મેની સિન્ડિકેટની બેઠકમાં ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટના નામે જૂઠાણું ચલાવીને મારા પતિ પર પાંચ વર્ષ માટે શૈક્ષણિક અને વહીવટી કામગીરી કરવા માટે પ્રતિબંધ લગાવ્યો હતો. જેની સામે મારા પતિ હાઇકોર્ટમાં ગયા છે અને ૭મી જુલાઇના રોજ તેના પર વધુ હિયરિંગ પણ હાથ ધરાનાર છે તેમ જણાવતાં ડૉ.ઉમેશ ડાંગરવાલાનાં પત્ની જયશ્રી ડાંગરવાલાએ ઉમેર્યું હતું કે, દસ્તાવેજી પુરાવા જોઇને ખુદ યુનિ.નાં ચાન્સેલર શ્રીમતી શભાંગિનીરાજે ગાયકવાડ સહિત સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યો અને સેનેટ સભ્યો પણ ચોંકી ઉઠ્યા છે. સરકારમાં પણ પુરાવા રજૂ કરાયા છે. તમામ જગ્યાએથી પ્રો.પરિમલ વ્યાસે પોતાની અંગત અદાવતને કાઢવા માટે નિર્ણય લેવડાવ્યો હોવાનું બહાર આવ્યું છે. જાણી જોઇને હેરાન કરવા તેમજ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી નિર્ણય લેવડાવ્યા બાદ તેઓ પોતે ચારેબાજુ ઘેરાઇ ગયા છે. હવે પોતાનું જૂઠાણું બહાર આવતાં તેઓએ કોમર્સ ફેકલ્ટીના ડીનશિપ વખતે કોઇપણ આવડત કે લાયકાત ધરાવતા હોવા છતાં પણ માત્ર જીહજૂરીના કારણે વાઇસ ડીન બનાવનારા અધ્યાપકને હવે સિન્ડિકેટ સભ્યોના ઘરે મોકલીને મારા પતિ વિરુદ્વ ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે. બાબત મારે ધ્યાનમાં આવી છે. ઘણાં સિન્ડિકેટ સભ્યોના ફોન પણ આવ્યા છે. આશ્ચર્યની વાત તો છે કે વીસી પોતાના મળતિયા અધ્યાપક કે જેની આવડત નથી છતાં પણ એપીઆઇની ગણતરીમાં મૂકી દીધા છે.

જો અધ્યાપક મારા પતિ વિરુદ્વ ઝેર ઓકવામાંથી બહાર નહીં આવે તો આવનાર સમયમાં હું તે અધ્યાપક અને યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસ સામે માનહાનિનો દાવો નાંખીશ.

માનીતા અધ્યાપકને સિન્ડિકેટ સભ્યોના ઘરે મોકલીને આજીજી કરાવતા હોવાનો પણ આરોપ

કોમર્સ ફેકલ્ટીના પ્રવેશ વિવાદમાં પતિ સામે કાવતરુ ઘડાયાનો જયશ્રી ડાંગરવાલાનો આક્ષેપ