પૂ. જૈનાચાર્યના ચાતુર્માસિક પ્રવેશના અનુષ્ઠાનના વરઘોડાનું આયોજન
જૈનાચાર્યપૂ.ધર્મધૂરંધરસુરી મહારાજ આજથી ચાતુર્માસિક પ્રવેશ કરશે. રવિવારે વહેલી સવારે ચાતુર્માસિક પ્રવેશના અનુષ્ઠાનના ેવરઘોડો અને વ્યાખ્યાન યોજાશે. કાર્યક્મનો લાભ લેવા માટે 14 રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાના છે. ગયા વર્ષે પૂ.રત્નસુંદર મહારાજે વડોદરાના અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ દરમિયાન રોકાણ કર્યું હતું.
વર્ષે શહેરના માંજલપુર ગામ સ્થિત ઉપાશ્રયમાં જૈનાચાર્ય શ્રૃત ભાસ્કર ધર્મધૂરંધરસૂરી મહારાજ ચાતુર્માસ પસાર કરવા આવ્યા છે. તેમના ચાતુર્માસિક પ્રવેશનું ભવ્ય સામૈયું રવિવારે યોજાનાર છે. સવારે 7.30 કલાકે વિશ્વામિત્રી અવધૂત ફાટક પાસેથી સામૈયાનો બેન્ડવાજા સાથે નિકળનાર વરઘોડાે ચિંતામણિ પાર્શ્વનાથ ઉપાશ્રય ખાતે પહોંચશે. ઉપાશ્રયમાં જૈનાચાર્ય માંગલિક સંભળાવશે અને ત્યારબાદ માંજલપુર પટેલ વાડી ખાતે વ્યાખ્યાન આપશે.