હાઈકોર્ટમાં જામીન અરજીના કેસો 3 જજ વચ્ચે વહેંચાયા
ગુજરાતહાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ દ્વારા જસ્ટિસને કામના બિઝનેસની નવેસરથી ફાળવણી કરી છે. જેમાં પહેલી વાર જામીન અરજીના કેસો અલગ અલગ 3 ઝોનમાં વહેંચી તેની કામગીરી 3 જસ્ટિસમાં ફાળવવામાં આવી છે. કેસોના ઝડપી નિકાલ માટે કેસોને અલગ ઝોનમાં વહેંચાયા છે. જૈ પૈકી ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, વડોદરા, અને વલસાડ જિલ્લાને નિયમિત અને અગોતરા જામીન અરજીઓ જસ્ટિસ આર.પી. ધોલરિયા સમક્ષ ચાલશે.