• Gujarati News
  • National
  • ગ્રાન્ટેડ શાળાના કર્મીઓ હજુ ફિકસ પગારથી વંચિત

ગ્રાન્ટેડ શાળાના કર્મીઓ હજુ ફિકસ પગારથી વંચિત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ પ્રશ્નોના મુદ્દે કર્મચારીઓમાં અંસતોષ વ્યાપ્યો

શૈક્ષણિક કર્મચારીઓના પ્રશ્ને રાજ્ય સરકારને રજૂઆત

ગુજરાતરાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારીઓને મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરી હતી.

શૈક્ષણિક સંઘના પ્રમુખ ધમેન્દ્રસિંહ જોષીએ જણાવ્યું હતું કે સરકારમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી જેમાં શિક્ષક અને આચાર્યને ટ્રાન્સપોર્ટ એલાઉન્સનો લાભ પાંચમા અને છઠ્ઠા પગારપંચનો લાભ આપવાનું સરકારે નક્કી કર્યું હતું પંરતુ તે આપવામાં આવ્યો નથી. સરકારના આઠ લાખ કર્મચારી,પ્રાથમિક શિક્ષકો તમામ માટે સાતમા પગાર પંચનો અમલ થઇ ગયો છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાના નેવું હજારથી વધુ શિક્ષકો,આચાર્યો,વહીવટી કર્મચારીઓ માટે તેનો અમલ થયો નથી. જેના પગલે શિક્ષણ જગતમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. ફિક્સ પગાર વધારાનો અમલ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકો માટે થઇ ગયેલ છે,પરંતુ ગ્રાન્ટેડ શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે તેનો અમલ થયેલ નથી.ધોરણ 11-12 સામાન્ય પ્રવાહના એક એક વર્ગની શાળામાં આર્ટ્સ અને કોમર્સ બંને પ્રવાહ ચાલતા હોય ત્યાં 1980ના ઠરાવ મુજબ 5 શિક્ષક-1 ઉદ્યોગ શિક્ષક આપવા અંગે નવા શૈક્ષણિક સત્ર અગાઉ તેનો અમલ કરવા વિનંતી કરવામાં આવી છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં બંને પ્રવાહ ચાલે છે ત્યાં વિદ્યાર્થીઓને શિક્ષક મળી રહે અને ગુણવત્તા સુધારી શકાય.