• Gujarati News
  • National
  • માનવ અધિકાર પંચને રજૂઆત કરીશ : જયશ્રી

માનવ અધિકાર પંચને રજૂઆત કરીશ : જયશ્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

યુનિ.નાવીસી પ્રો. પરિમલ વ્યાસ મારા પતિ ઉમેશ ડાંગરવાલા વિરુદ્વ અંગત અદાવત અને કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરી છે. જેમાં સિન્ડીકેટના મોટાભાગના સભ્યોને ખોટી માહિતી આપીને અંધારામાં રાખ્યા હતા. સતત કિન્નાખોરી અને અપ્રચાર સામે હવે હું માનવ અધિકાર પંચ સામે લેખિત ફરિયાદ કરી તેવી ચીમકી જયશ્રી ડાંગરવાલાએ યુનિ.ના વીસીને આપી છે. જયશ્રી ડાંગરવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, કોમર્સ ફેકલ્ટીના ડીનશીપ વખતે પ્રો. પરિમલ વ્યાસે પૂર્વેશ બોરોલે નામના વિદ્યાર્થીને ખોટી રીતે એડમીશન આપી દીધું હતું. તે વખતે પ્રો.યોગેશ સિંઘને ખૂબ આજીજી કરીને તપાસ બંધ કરાવી હતી. ઓપન ઇન્ટરવ્યું વખતે મારા પતિને એપીઆઇની ગણતરી ખોટી રીતે કરીને કોલ લેટર આપવામાં પણ જવાબદાર છે.

અન્ય સમાચારો પણ છે...