• Gujarati News
  • National
  • આંગડિયા પેઢીના મેનેજરે 20 લાખ વગે કર્યાની ફરિયાદ

આંગડિયા પેઢીના મેનેજરે 20 લાખ વગે કર્યાની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુલતાનપુરાની પેઢીમાંથી 40 લાખ ગણીને લીધા છતાં 20 લાખ ઓછા નિકળ્યા

સરદારભુવનનાખાંચામાં આવેલ આંગડીયા પેઢીના મેનેજરે 20 લાખ રુપીયા સગેવગે કરી દીધા હોવાની ફરિયાદ પેઢીના માલિકે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી હતી.

સુરતમાં રહેતા ગણેશ ભલાજી પ્રજાપતિ શહેરના સરદારભુવનના ખાંચામાં ગણેશ કુમાર જયેશ કુમાર એન્ડ કંપની નામની આંગડીયા પેઢી ધરાવે છે. પેઢીમાં હિતેશ હંસાજી પ્રજાપતિ પેઢી મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. ગત 24 માર્ચે હિતેશ બપોરે પેઢીમાંથી 40 લાખ રુપીયા લેવા ગયો હતો અને સાંજના વાગ્યે પોતાની પેઢી ખાતે પરત ફર્યો હતો. દરમિયાન 40 લાખ લઇને આવેલા હિતેશ પાસેથી 20 લાખ રુપીયા ઓછા મળ્યા હતા.2000ના દરની ચલણી નોટના 10 બંડલ ઓછા મળતા પેઢીના માલિકે હિતેશની પુછપરછ કરી હતી પરંતુ તેણે સંતોષકારક ખુલાસો આપતાં માલિકે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હિતેશ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

ફૂટેજમાં પૈસા બરાબર લીધા હોવાનું જણાયું

પોલીસસુત્રોએ જણાવ્યુ હતું કે પોલીસે જે આંગડીયા પેઢીમાંથી 40 લાખ લેવામાં આવ્યા હતા, તે પેઢીના સીસી ટીવી કેમેરાનું ફુટેજ ચેક કરતાં હિતેશે 40 લાખ રુપીયા ગણીને લીધા હોવાનું બહાર આવ્યું હતું. 40 લાખ લીધા બાદ પૈસા ઓછા નિકળતાં કંપનીના માલિકને મેનેજર હિતેશ પર શંકા ગઇ હતી.

પેઢીમેનેજરનો પોલીસે માર માર્યાનો આરોપ

પેઢીમેનેજર હિતેશ પ્રજાપતિ પોલીસે પોતાને માર માર્યો હોવાનો આરોપ લગાવી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. હિતેશે પોલીસે માર મારતા માથાના ભાગે ઇજા થતાં તેના પિતા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હોવાનું હોસ્પિટલ પોલીસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...